એનસીપી પ્રમુખ શરદ પવારનું સોમવારે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં પિત્તાશયનું ઑપરેશન કરાયું. એમ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું હતું. તેમને રવિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મલિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાર્ટીના પ્રમુખ શરદ પવારની આજે ડૉક્ટર બલસારા દ્વારા પિત્તાશયની સફળ લેપ્રોસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હાલમાં તેમની તબિયત સ્થિર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અગાઉ, 30 માર્ચે પિત્તનળીમાંથી પથરી કાઢવા તેમણે ઇમરજન્સી એન્ડોસ્કોપી કરાવી હતી. ત્યારબાદ ડૉક્ટરે તેમને સાત દિવસ આરામની સલાહ આપી હતી.
Related Articles
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 100ની નવી નોટ બહાર પાડશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નજીકના ભવિષ્યમાં 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ નોટો પર વાર્નિશનુ કોટિંગ કરેલુ હશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર ચલણમાં મુકવામાં આવશે અને એ પછીમોટા પાયે તેને બજારમાં ઉતરાવની બેન્કની તૈયારી છે.વાર્નિશ કોટિંગ કરવાનુ કારણ નોટોને વધારે ટકાઉ અને સુરક્ષિત બનાવવાનુ છે. હાલની 100ની નોટ બહુ જલ્દી […]
આસામમાં 90 મતદાતા હતા તે બૂથ પર 171 મત પડ્યા
આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર એક મોટી ગેરરીતિ સામે આવી છે. અહીં ફક્ત નોંધાયેલા મતદાતાની સંખ્ય 90 છે, પણ કુલ 171 મત પડ્યા છે. સોમવારે એક અધિકારીએ જણાવ્યું કે આ મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ સ્થળે 1લી એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. હાફલોંગમાં 74 ટકા મતદાન થયું […]
કોવિડ સંક્રમણ માટે ભીડ ખૂબ જ જોખમી : કેન્દ્ર સરકાર
કોવિડને લગતા લૉકડાઉનના નિયંત્રણો કેટલાક બજારો અને અન્ય સ્થળોએ ભીડ કરવા તરફ દોરી ગયા છે એમ કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું અને રાજ્યોને વિનંતી કરી હતી કે તે અત્યંત અગત્યની પાંચ પાંખિયા વ્યુહરચના સુનિશ્ચિત કરે જેમાં કોવિડને અનુરૂપ વર્તણૂક, ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેક્સિનેશનનો સમાવેશ થાય છે. તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોને મોકલેલા એક સંદેશામાં કેન્દ્રીય ગૃહ […]