રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,592 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 19 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 117 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8511 થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 3194, સુરત શહેરમાં 823, વડોદરા શહેરમાં 751, રાજકોટ શહેરમાં 319, ભાવનગર શહેરમાં 214, ગાંધીનગર શહેરમાં 117, જામનગર શહેરમાં 333 અને જૂનાગઢ શહેરમાં 230 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 269, જામનગર ગ્રામ્ય 232, વલસાડ 123, મહેસાણા 507, વડોદરા ગ્રામ્ય 479 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,36,158, વેન્ટિલેટર ઉપર 792 અને 1,35,366 દર્દીઓ સ્ટેબલ છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 19, સુરત શહેરમાં 8, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા શહેરમાં 7, વડોદરા ગ્રામ્યમાં 5, રાજકોટ શહેરમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 6, જામનગર શહેરમાં 8, ભાવનગર શહેર 4, જૂનાગઢ શહેર 3, જૂનાગઢ ગ્રામ્યમાં 5, કચ્છમાં 4, મહેસાણામાં 4, સહિત કુલ 117 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 14,931 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,47,935 દર્દીઓ સાજા થયા છે.
Related Articles
ધો.10માં માસ પ્રમોશન આપવા હાઇકોર્ટમાં અરજી
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના પગલે હાલમાં પરીક્ષાઓનો યોજી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ધોરણ […]
જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જુનાગઢના પ્રવાસે છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત […]
ગુજરાતમાં ધો. 9 થી 12ના વર્ગો શરૂ કરવા સંચાલકોની માંગ
તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વેપારી સંસ્થાઓને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગ તરફ કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. દરમિાયન સોમવારે ગુજરાત રાજયના દરેક જિલ્લામાં […]