યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી છે. જેના કારણે દેશના બાળકોને શાળાએ જવા પહેલા સામાન્ય જીવનનો માર્ગ મોકલો બનશે. ફેડરલ રસી સલાહકાર સમિતિ દ્વારા 12થી 15 વર્ષના બાળકોમાં રસીના બે ડોઝનો ઉપયોગ કરવાની ભલામણ બહાર પાડવામાં આવ્યા બાદ ગુરુવારથી રસીકરણ શરૂ થઈ શકે છે. આ અંગે બુધવારે જાહેરાત થવાની સંભાવના છે.ફાઇઝરની રસી 16 વર્ષથી નાના બાળકો માટે ઘણા દેશોમાં ઉપયોગમાં લેવાય છે. હાલમાં જ કેનેડા આ રસીને 12 વર્ષ અને તેનાથી ઉપરના બાળકોને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો છે.માતાપિતા, શાળાના સંચાલકો અને અન્ય જાહેર આરોગ્ય અધિકારીઓએ બાળકોને રસીના ડોઝની મંજૂરી માટે આતુરતાથી મંજૂરી કરી રહ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ જાહેર કર્યું કે, ફાઇઝર રસી સલામત છે અને 12થી 15 વર્ષની વયના 2 હજારથી વધુ યુએસ સ્વયંસેવકો પર કરવામાં આવેલા ટ્રાયલના આધારે નાના કિશોરોમાં તે મજબૂત સુરક્ષા આપે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે, વેક્સિનેશનને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. એજન્સીએ નોંધ્યું છે કે, 16 બાળકોને ડમી ડોઝ આપવામાં આવેલા કિશોરોમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. તેમજ સંશોધનકારોએ શોધી કાઢ્યું કે, બાળકોમાં પુખ્ત વયના લોકોની તુલનમાં કોરોના વાયરસ સામે લડતા એન્ટિબોડીઝનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું. કિશોરોએ પુખ્ત વયના લોકોની સમાન રસીનો ડોઝ લીધો હતો.
Related Articles
એનવી રમણ બનશે નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા
નુતલપતિ વેંકટ રમણ 48માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિથી મંજૂરી મળ્યા બાદ જસ્ટિસ રમણ હવે 24 એપ્રિલે શપથ લેશે. તેઓ હાલના CJI એસએ બોબડે બાદ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે. CJI બોબડેએ જસ્ટિસ રમણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત […]
પીએમ મોદીએ મમતા બેનર્જીને ફોન કરી બંગાળના પૂરની માહિતી મેળવી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી કે, દામોદર વેલી કૉર્પોરેશન (ડીવીસી) કથિત રીતે ડેમમાંથી બિનઆયોજિત રીતે પાણી છોડે છે. જેના કારણે રાજ્યમાં ‘માનવસર્જિત’ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાને બેનર્જીને ફોન કરીને પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાજ્યમાં પરિસ્થિતી સામાન્ય […]
અમારા સૈનિકોની શહિદી ભૂલીશું નહીં : જો બાઇડન
અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો બદલ સજા કરશે, જે ઘાતક હુમલામાં અમેરિકાના લશ્કરના ૧૩ સભ્યો માર્યા ગયા છે તથા અન્ય ૧૮ ઘાયલ થયા છે. જેમણે હુમલા કર્યા છે, તથા તેઓ કે જેઓ અમેરિકાને નુકસાન પહોંચાડવાની ઇચ્છા ધરાવે છે […]