યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી છે. જેના કારણે દેશના બાળકોને શાળાએ જવા પહેલા સામાન્ય જીવનનો માર્ગ મોકલો બનશે. ફેડરલ રસી સલાહકાર સમિતિ દ્વારા 12થી 15 વર્ષના બાળકોમાં રસીના બે ડોઝનો ઉપયોગ કરવાની ભલામણ બહાર પાડવામાં આવ્યા બાદ ગુરુવારથી રસીકરણ શરૂ થઈ શકે છે. આ અંગે બુધવારે જાહેરાત થવાની સંભાવના છે.ફાઇઝરની રસી 16 વર્ષથી નાના બાળકો માટે ઘણા દેશોમાં ઉપયોગમાં લેવાય છે. હાલમાં જ કેનેડા આ રસીને 12 વર્ષ અને તેનાથી ઉપરના બાળકોને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો છે.માતાપિતા, શાળાના સંચાલકો અને અન્ય જાહેર આરોગ્ય અધિકારીઓએ બાળકોને રસીના ડોઝની મંજૂરી માટે આતુરતાથી મંજૂરી કરી રહ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ જાહેર કર્યું કે, ફાઇઝર રસી સલામત છે અને 12થી 15 વર્ષની વયના 2 હજારથી વધુ યુએસ સ્વયંસેવકો પર કરવામાં આવેલા ટ્રાયલના આધારે નાના કિશોરોમાં તે મજબૂત સુરક્ષા આપે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે, વેક્સિનેશનને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. એજન્સીએ નોંધ્યું છે કે, 16 બાળકોને ડમી ડોઝ આપવામાં આવેલા કિશોરોમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. તેમજ સંશોધનકારોએ શોધી કાઢ્યું કે, બાળકોમાં પુખ્ત વયના લોકોની તુલનમાં કોરોના વાયરસ સામે લડતા એન્ટિબોડીઝનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું. કિશોરોએ પુખ્ત વયના લોકોની સમાન રસીનો ડોઝ લીધો હતો.
Related Articles
સુરત જહાંગીરાબાદના સાગર સંકુલના નિખીલ જાદવનો અલૌકિક ગણેશોત્સવ
સુરતના જહાંગીરાબાદ નજીક મીનીવિરપૂર પાસે સાગર સંકુલમાં રહેતા નિખીલ જાદવે ગણેશોત્સવનું ઘરમાં જ સુંદર આયોજન અને ડેકોરેશન કર્યું છે.(ખાસનોંધ અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજી પણ એન્ટ્રી લેવાનું ચાલું છે. જો તમારે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ 93132 26223 પર વોટ્સ એપ કરો)
રજિસ્ટ્રેશન વગર પણ 18-44 વર્ષના લોકો રસી લગાવી શકશે
રસી લેનારાઓની સુવિધા માટે Cowin પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ જ્યારથી 18-44 વર્ષની વયનાં લોકો માટે રસીકરણ શરૂ થયું છે ત્યારથી, હજારો લોકો દરરોજ Cowin પોર્ટલ પર રસીકરણ અને ખાલી જગ્યાઓ માટે સ્લોટ બુક કરાવવા માટે આવે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે […]
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કોરોનાને આપી માત
કોરોના સંક્રમણને લીધે એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ૮૮ વર્ષીય મનમોહન સિંહને ૧૯ એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મનમોહન સિંહને હળવો તાવ હતો અને તે બાદ તપાસ કરાવવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.ડૉ. મનમોહન સિંહ કોરોના […]