ટૂલકિટ કેસમાં ભાજપના આરોપો સામે પલટવાર કરીને કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તસીગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઈન થાણા ખાતે આ એફઆઈઆર નોંધાવી છે. હકીકતે કોરોના કાળમાં રાજકીય દળો વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ કોંગ્રેસ પર એવો આરોપ લગાવ્યો છે કે, તેમની એક ટૂલકિટ દ્વારા મહામારીના આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસે આ આરોપોને ખોટા ઠેરવ્યા છે અને સાંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તસીગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેના આધાર પર પોલીસે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં એઆઈસીસી, આઈટી રિસર્ચ સેલના લેટરહેડને બોગસ ગણાવીને તે અંગે ખોટી અને મનઘડંત સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આકાશ શર્માએ જણાવ્યું કે, સાંબિત પાત્રાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કોંગ્રેસ પાર્ટીનો નકલી લેટરહેડ શેર કર્યો. જ્યારે ડૉક્ટર રમણ સિંહ પ્રદેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
Related Articles
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકા જાય તેવી શક્યતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકા જાય તેવી શક્યતા છે. તેમનો આ પ્રવાસ 23 અને 24 તારીખનો હોય શકે છે. જો કે, તેમના આ પ્રવાસ અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એનએનઆઇના રિપોર્ટનો હવાલો આપીને વેબસાઇટ અમરઉજાલામાં જણાવવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી(NARENDRA MODI)નો આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં અમેરિકાનો […]
અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતાને હોસ્પિટલમાં ખસેડાયાં
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક સ્તરે છે તેની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલને શુક્રવારે સાકેત ખાતે આવેલી મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર કરી રહેલા તબીબોએ તેમનાં સ્વાસ્થય અંગે કોઇ જ ફોડ પાડ્યો નથી. 20મી એપ્રિલે સુનિતા કેજરીવાલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ ક્વોરન્ટાઇન થઇ ગયા હતા અને તેમનો બીજો […]
પશ્વિમ બંગાળમાં ચાર જિલ્લાની 43 બેઠક પર મતદાન ચાલુ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. આ તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને એક વખત મમતાના ખાસ રહેલા મુકુલ રોયના ભાગ્યનો નિર્ણય થશે. રોય નાદિયા જિલ્લાની કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર અભિનેતા કૌશાની મુખર્જી અને કોંગ્રેસના સિલ્વી સાહની સામે ચૂંટણી લડી રહ્યા છે.તૃણમૂલના સિનિયર […]