ભાજપનાં સાંસદ તથા અભિનેત્રી કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક પ્રકારનું બ્લડ કેન્સર) થયું છે. હાલમાં તેમની તબિયત સુધારાં પર છે. એમ તેમના પતિ અનુપમ ખેરે ગુરુવારે જણાવ્યું હતું.ટ્વિટર પર અનુપમ ખેરે એક નિવેદનમાં કહ્યું કે, તેમની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. ખોટી અફવાઓ ન ફેલાય તે માટે અનુપમ ખેર અને તેમના પુત્ર સિકંદરે જણાવ્યું કે, હું દરેકને જાણ કરવા માંગુ છું કે કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન થયું છે, તે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. અમને ખાતરી છે કે, કિરણ ઝડપથી આ પરિસ્થિતિમાંથી બહાર આવશે. તેઓ ઝડપી સાજા થાય તે માટે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા, અભિનેતા સુનીલ શેટ્ટી, જુહી ચાવલા અને પરિણીતી ચોપડાએ શુભેચ્છાઓ પાઠવી હતી.કિરણની સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે. હાલ તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. અનુપમ ખેર નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ હંમેશાથી ફાઇટર રહ્યા છે અને હમેશા આગળ વધતાં રહ્યા છે.
Related Articles
24 કલાકમાં રેકોર્ડ 1.44 લાખથી વધુ કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કારણે સતત પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલાં ગુરુવારે 1.31 લાખ કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસ એટલે કે જે […]
મંત્રી મંડળ વિસ્તરણ : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર સૌની નજર
બુધવારે ભાજપ સરકારની કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ થઇ જવા રહ્યું છે. આ પહેલા સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સંગઠન મંત્રી બીએલ સંતોષ વચ્ચે બેઠકનો ખૂબ જ લાંબો દોર ચાલ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. 2019માં મોદી સરકાર બન્યા પછી પહેલી વખત કેબિનેટનું વિસ્તરણ થવા જઇ […]
માર્ક હેલિકોપ્ટર્સ ખરીદવા સેનાને મંત્રાલયની મંજૂરી
સંરક્ષણ મંત્રાલયે બુધવારે રૂ. 13,165 કરોડના સૈન્ય સાધનો ખરીદવાની મંજૂરી આપી હતી જેમાં દેશમાં બનાવેલા 25 એએલએચ માર્ક-3 હેલિકોપ્ટર પણ સામેલ છે જેથી ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો થાય.આધુનિક હળવા હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિ. (એચએએલ) પાસેથી ખરીદવામાં આવશે જેનો ખર્ચ રૂ. 3850 કરોડ આવશે જ્યારે રોકેટ દારૂગોળાને જથ્થાની કિંમત રૂ. 4962 કરોડ થશે, એમ સંરક્ષણ […]