ધો -૧૨ની પરીક્ષા અંગે ૧લી જૂને નિર્ણય

કોરોનાના કેસો વધી જતાં રાજયમાં ધો-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જયરે હવે ધો-૧૨ની પરીક્ષા પણ વિદ્યાર્થીઓની સલામતી સાથે તેવા ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રી દ્વારા આજે દેશના વિવિધ રાજયોના શિક્ષણ મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાનાર ધો -૧૨ ની પરીક્ષા તેમજ નીટ અને જેઈઈની પરીક્ષા અંગે પણ ચર્ચા થઈ હતી. આગામી તા.૧ લી જૂનના રોજ ફરીથી બેઠક યોજાનાર છે. જેમાં આખરી નિર્ણય લેવાશે. આ બેઠકમાં હાલની ૩ કલાકની પરીક્ષા વર્ણાત્મક પદ્ધતિથી યોજવી તેમજ ૯૦ મીનીટમાં જ પ્રશ્નપત્ર પૂરી થાય તે રીતે પરીક્ષા લેવી તેવા વિકલ્પો પર ચર્ચા કરાઈ હતી. ગુજરાતમાંથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની કારકિર્દી જેટલી મહત્વની છે તેટલી તેમની સુરક્ષા પણ મહત્વની છે. કોવિડ -૧૯ની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરીને તેના આધારે પરીક્ષા લેવાશે.જો કે મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરીને યોગ્ય નિર્ણ લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *