હાલ કોરોના મહામારીમાં લોકોને એમ્બ્યુલન્સની સમય સમયે જરૂર રહેતી હોય છે. દર્દીઓને સમયસર એમ્બ્યુલન્સ મળતી નથી ત્યારે આ એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે. લોકોની આરોગ્ય સેવા માટે ફાળવેલી દમણની સરકારી એમ્બ્યુલન્સમાં કોરોના મહામારી વચ્ચે દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી બગવાડા ટોલનાકા ને.હા.ન. 48 પર ગુરુવારના રોજ પારડી પોલીસ ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે દમણની સરકારી એમ્બ્યુલન્સ નં. ડી.ડી. 03 પી. 0109ને રોકી તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી. જો કે આ એમ્બ્યુલન્સ પર સાંસદ લાલુભાઇ પટેલે સ્થાનિક વિસ્તાર વિકાસ ફંડમાંથી સરકારી હોસ્પિટલમાં ફાળવવામાં આવી હોવાનું ચિતરેલું હતું. પોલીસે 120 દારૂની બોટલ જેની કિંરૂ. 12 હજાર અને એમ્બ્યુલન્સની કી.રૂ. 7 લાખ મળી કુલ રૂ. 7.12 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યા હતા. અને આરોપી નિખિલ ઉર્ફે નીરવ ઈશ્વરભાઈ પટેલ (રહે. ઉદવાડા-ઓરવાડ)ને ઝડપી પાડ્યો હતો જ્યારે વિશાલ રાજુભાઈ પટેલ (રહે. પારડી કીકરલા, ટેકરા ફળિયા)ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. ઝડપાયેલા આરોપી નિખિલ પટેલે દારૂ વિશાલના ઘરે લગ્ન પ્રસંગમાં લઇ જતો હોવાનું કબુલ્યું હતું. પારડી પોલીસના ડીસ્ટાફ પ્રતિપાલ ઝાલા, અરુણ, પ્રદીપસિંહ, પ્રકાશએ કામગીરી બજાવી હતી.
Related Articles
સુરતમાં હીરાદલાલ પિતા પુત્ર પર ઘરમાં ઘૂસીને હુમલો
પાલના મણીધારી લક્ઝરીયા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલના ઘરમાં ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી દલાલ અને તેના પુત્રને માર મારનાર વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનો વ્યવસાય કરતા પરેશ ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 45 હાલ રહે. બી/104, મણીધારી લક્ઝરીયા, નિશાલ સર્કલ નજીક, પાલ અને મૂળ રહે. સતલાસણા, તા. ખેરાલું, જિ. મહેસાણા) એ પાંચેક […]
સુરત સહિત ચાર મહાનગરોના પોલીસ કમિશનર બદલાવાની સંભાવના
સુરત સહિત રાજ્યના ત્રણ મહાનગરોના પોલીસ કમિશનરોની આંતરિક બદલી સાથે રાજ્યમાં 17 જિલ્લાના પોલીસ વડાઓની બદલીઓ પણ કરાશે, તે પછી ત્વરીત ડીવાયએસપીઓની પણ આંતરિક બદલીઓ પણ થશે. સુરતમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવી રહેલા ડીવાયએસપીઓની પણ બદલીઓ થશે. બીજી તરફ સુરતમાં ક્રાઈમને કંન્ટ્રોલ કરી શકે તેવા નવા ડીવાયએસપીઓને સુરતમાં મૂકવામાં આવશે. જેમણે પહેલા […]
બાકી લેણા મુદ્દે પાલ મંડળીમાં સભાસદોએ રિકવરી માટે મચાવ્યો હોબાળો
ગઇકાલે જ હજી પાલ કોટન મંડળીની સભા પૂર્ણ થઇ હતી અને તેના બીજા જ દિવસે એટલે કે 2જી ઓગસ્ટના રોજ પાલ કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભામાં હોબાળો મચી ગયો હતો. ખેડૂતોના કપાસના બાકી લેણાના મુદ્દે આ હોબાળો મચ્યો હોવાનું જાણવા મળે છે. ઓલપાડ ચોર્યાસી તાલુકાના ખેડૂતોને મહત્ત્વકાંક્ષી એવી ધી પાલ ગ્રુપ કો-ઓ.કોટન સેલ સોસાયટી જહાંગીરપુરાની […]