ગુજરાતમાં સોમવારે રાત્રે ઉનાથી પ્રવેશેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ પડ્યો, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાને લીધે રાજ્યમાં 17 લોકોના મોત થયાની માહિતી મળી છે. ઉપરાંત સંખ્યાબંધ ઘરો અને ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે. ઘણા વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા છે. તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી રાજસ્થાન તરફ આગળ વધ્યું છે.રાજ્યમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુસૌથી વધુ ખેડા જિલ્લાના નડિયાદમાં 8.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરમાં 6.4 ઈંચ, મહુધામાં 6 ઈંચ, ઉમરગામ અને વલસાડમાં પણ 6 ઈંચ, આણંદમાં 5.9 ઈંચ અને માતરમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 12 કલાકમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 12 કલાકમાં 1219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકામાં 4 ઈંચથી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Related Articles
36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ, મિનિ લોકડાઉન યથાવત
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ હતો તે ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં લાગુ કરાશે. ૬ […]
સુરતના પાંચ યુવા ક્રિકેટર્સની ગુજરાતની ટીમમાં પસંદગી
સુરતના 5 આશાસ્પદ યુવા ક્રિકેટરોની પસંદગી ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમમાં થઈ છે.એક સાથે 5 ખેલાડી ગુજરાતની અંડર-19 ટીમમાં પસંદગી પામ્યા હોય તેવો આ પહેલો બનાવ છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતના આર્ય દેસાઈ (ઓપનિંગ બેટ્સમેન), ક્રિસ ગુપ્તા (ઓલરાઉન્ડર), યશ સોલંકી (વિકેટકીપર), સેન પટેલ (પેસ બોલર) અને હર્ષિલ […]
કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાતમાં બન્યો એકશન પ્લાન
પહેલા તબક્કાના કોરોનામાંથી કોઇ જ શીખ રાજ્ય સરકારે લીધી ન હતી અને બીજી લહેર જાણે આવવાની જ નહીં હોય તે રીતે સરકારી અધિકારીઓ બિન્દાસ્ત થઇ ગયા હતા પરંતુ કોરોનાની બીજી લહેર પાર કરતાં સરકારને નવનેજા પાણી ઉતરી ગયા હતા, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શન, સ્મશાનમાં ભઠ્ઠીઓ અને લાકડા જેવી સુવિધા ઊભી કરવામાં સરકાર સદંતર […]