ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીના મામલે દાખલ કરેલી સુઓમોટો રીટમા સુનાવણી દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે આજે રાત્રે સીએમ વિજય રૂપાણીએ કોર ગ્રુપની બેઠક બાદ ફેસબુક લાઈવ દ્વ્રારા સરકારના નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે હાજરી આપવાની રહેશે , અથવા તો વારાફરતી હાજરી આપવાની રહેશે. લગ્ન સમારંભોમાં બંધ કે ખુલ્લામાં 50થી વધુ મહેમાનો એકત્ર થઈ શકશે નહીં. રૂપાણીએ ફેસબુક લાઈવ દ્વારા સરકારના નિર્ણયોની જાહેરાત કરતા કહયું હતું કે કફર્યુના સમયમાં લગ્ન સમારંભો યોજી શકાશે નહીં. મૃત્યુ કે અંતિમ વિધીમાં 50થી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. રાજકીય , સામાજિક , ધાર્મિક કાર્યક્રમો , સત્કાર સમારંભો અને જન્મ દિવસોની ઉજવણી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહશે. એપ્રિલ કે મે માસમાં કોઈ પણ ધાર્મિક તહેવારોની ઉજવણી કરી શકાશે નહીં. રાજયના તમામ ધાર્મિક સ્થાનો આગામી તા.30મી એપ્રિલ સુધી બંધ રાખવાના રહેશે. આ ધાર્મિક સ્થાનો પર પૂજા વિધી પૂજારી દ્વ્રારા મર્યાદિત લોકો સાથે કરવાની રહેશે.ભકત્તોએ ધાર્મિકસ્થાનો પર દર્શન કરવા જવુ નહીં તે હિતાવહ રહેશે.
Related Articles
બીલીમોરા નજીકના ગોયંડીમાં હકકાયા કૂતરાનો આતંક
બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. […]
વડોદરાના સુથાર પરિવારના શ્રીજીનું સાળંગપુર હનુમાન સ્વરૂપ
વડોદરાના વાઘોડિયારોડ ખાતે પરિવાર કોસિંગ ખાતે હાર્મની હાઇટ્સ પાછળ પ્રથમ રેસિડેન્સી ખાતે રહેતા અમિત સુથારે પોતાના ઘરમાં સાળંગપુર હનુમાનદાદાના સ્વરૂપમાં શ્રીજીને શણગાર્યા છે. સુથાર પરિવારના આ ગણપતિના દર્શન તમે રૂબરૂ નહીં કરી શકો તો અમારા માધ્યમ થકી કરી શકો છો.(ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો […]
ફાઇલ પાસ કરાવવામાં આરએસએસની કોઇ વ્યક્તિ સંડોવાયેલી ના હોય શકે : રામમાધવ
રાજ્યપાલ સત્યપાલ મલિક કંઈપણ બોલ્યા કરતાં હોય છે. આરએસએસની કોઈપણ વ્યક્તિ આ રીતે ફાઈલ પાસ કરાવવાની વાતમાં સંડોવાયેલી ના હોઈ શકે તેમ આજે સુરતમાં સત્યપાલ મલિકના આક્ષેપોના સંદર્ભમાં આરએસએસના રામ માધવે જણાવ્યું હતું. શનિવારે શહેરમાં ઓરો યુનિવર્સિટીમાં આરએસએસના કાર્યકારિણીના સભ્ય રામ માધવે લખેલી હિન્દુત્વ પૈરાડિયમ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તેઓએ વિશ્વ સામે આવનારા […]