આશીશલતા રામગોબિન, કે જેઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુત્રના પુત્રીના પુત્રી છે અને સાઉથ આફ્રિકામાં રહે છે, તેમને એક છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. ડરબનનીએક અદાલતે પ૬ વર્ષીય આશીશલતાને ૬૦ લાખ રેન(૪૪૨૦૦૦ ડૉલર) જેટલી રકમની છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં આ સજા સંભળાવી છે. આશીશલતા એ જાણીતા માનવ અધિકારવાદી કાર્યકર ઇલા ગાંધી અનેદિવંગત મેવા રામગોબિનના પુત્રી છે. આશીશલતાના માતા-પિતાએ ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં પોતાના વસવાટ દરમ્યાન સ્થાપવામાં આવેલ ફિનિક્સ વસાહતને ફરીથી સજીવન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યોહતો. આશીશલતા રામગોબિન બે સંતાનોના માતા છે અને સાઉથ આફ્રિકામાં પોતાનો વ્યવસાય કરે છે. તેમની સામે આરોપ હતો કે વેપારી એસ. આર. મહારાજ પાસેથી મોટા નફાનું વચન આપીને ૬૨ લાખ રેન (સાઉથઆફ્રિકાનું ચલણ)ની રકમ એડવાન્સમાં લઇને છેતરપિંડી કરી હતી. મહારાજ સાઉથ આફ્રિકામાં એક મોટી કંપનીના માલિક છે અને વસ્ત્રો, પગરખા વગેરેની આયાત કરે છે આ ઉપરાંત અન્ય કંપનીઓને ધિરાણ આપવાનુંકામ પણ કરે છે. મહારાજને આશીશલતાએ કહ્યું હતું કે પોતે ભારતથી કેટલાક કન્ટેનર મંગાવ્યા છે પરંતુ આયાતનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચુકવવામાં તેમને હાલ નાણાકીય મુશ્કેલી છે. મહારાજને પોતાની વાતનો વિશ્વાસઅપાવવા આશીશલતાએ પરચેઝ ઓર્ડર, ઇન્વોઇસ વગેરે પણ બતાવ્યા હતા. જો કે બાદમાં મહારાજને સમજાઇ ગયું હતું કે આ દસ્તાવેજો બનાવટી છે અને તેમની સાથે છેતરપિંડી થઇ છે. ફરિયાદને આધારે આશીશલતાસામે ૨૦૧પમાં કેસ શરૂ થયો હતો જેનો છેવટનો ચુકાદો ડરબન ખાતેની વાણિજ્યિક ગુનાઓ માટેની ખાસ અદાલતે હાલમાં આપ્યો છે. આશીશલતા રામગોબિનને આ ચુકાદા સામે અપીલ કરવાની પણ મનાઇફરમાવવામાં આવી છે.
Related Articles
દેશભરની કોલેજો 1 ઓક્ટોબરથી શરૂ થશે
દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નવુ શૈક્ષણિક સત્ર ૧ ઓકટોબરથી શરૂ થશે, જ્યારે પ્રવેશની પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે એમ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી) દ્વારા બહાર પાડવામાં આવેલ એક નવી ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીઓ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસ માટેના પ્રવેશની પ્રક્રિયા સીબીએસઇ, આઇસીએસઇ અને તમામ રાજ્ય બોર્ડો દ્વારા […]
જેલોમાંથી કેદીઓને 90 દિવસ છોડવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ
કોરોના મહામારીની બીજી લહેરથી સ્થિતિ ભયાનક બની ગઇ છે. તમામ સાવચેતીઓ છતાં સંક્રમણના લીધે પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. ચાર દીવાલોમાં રહેતા લોકો પણ કોરોના વાયરસની ઝપટે ચઢી ગયા છે. આ વિષમ પરિસ્થિતિમાં દેશની જેલોમાં બંધ કેદીઓ પણ કોરોનાથી સંક્રમિત થવા માંડયા છે કેટલાક કેદીઓના સંક્રમણના લીધે મોત થયા છે. જો કે સુપ્રીમ કોર્ટ જેલમાં […]
મેહુલ ચોક્સીને લાવવા ભારતે ડોમેનિકામાં વિમાન મોકલ્યું
ભારત સરકારે પંજાબ નેશનલ બેન્ક લોન કૌભાંડના ફરાર આરોપી મેહુલ ચોક્સીને પાછો લાવવા માટેના પ્રયાસો વધારે તેજ બનાવ્યા છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારતના અધિકારીઓએ બેક ચેનલ વાતચીતમાં ડોમિનિકાને કહ્યુ છે કે, મેહુલ ચોક્સી એક ભાગેડુ ભારતીય નાગરિક છે અને તેની સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ કાઢી છે.તેને ભારતને સોંપી દેવો જોઈએ.આ પહેલા એન્ટીગુઆ અને બારબુડાના […]