કોરોનાના સંક્રમણને રોકવા માટે અત્યારે તો વેક્સીન જ એક માત્ર ઉપાય છે તેવુ જાણકારો કહી રહ્યા છે ત્યારે ભારતમાં વેક્સીનની અછતના કારણે રસીકરણ અભિયાન પણ જોઈએ તેવુ ઝડપથી ચાલી રહ્યુ નથી. ઘણા રાજ્યો વેક્સીનની અછત અનુભવી રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેક્સીનેશન કાર્યક્રમમાં ઝડપ આવી શકે તે માટે સૂચન કર્યુ છે કે, વેક્સીન બનાવવાનો ફોર્મ્યુલા સાર્વજનિક કરી દેવામાં આવે.જેથી બીજી કંપનીઓ પણ રસી બનાવી શકે અને બજારમાં ઝડપથી વેક્સીન ઉપલબ્ધ થઈ શકે.સરકારે બીજી કંપનીઓને વેક્સીન બનાવવાનો આદેશ આપવો જોઈએ.
