સુરતમાં હાલ આરોગ્ય કટોકટી જેવો માહોલ છે. દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ જ કારણે હૉસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. દર્દીના જ્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે છે ત્યારે તેમને જીવ બચાવવા માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. સુરતમાં સ્મીમેર હૉસ્પિટલ માં વેન્ટિલેટર ઓછા પડતા તંત્રએ વલસાડથી વેન્ટિલેટર લાવવાની ફરજ પડી છે. જોકે, આ વેન્ટિલેટર કચરો ભરવાની બે ગાડીમાં લાવવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે. આ અંગે વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે લાખોની કિંમતના વેન્ટિલેટર આવી રીતે કચરાની ગાડીમાં લાવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ શું સાબિત કરવા માંગે છે? દર્દી માટે સંજીવની સમાન આ વેન્ટિલેટર મશીનોને આવી રીતે કચરાની ગાડીમાં ભરીને લાવવામાં આવે તે ખરેખર શરમજનક વાત છે. આ અંગે તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ SMC તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. બીજું કે વેન્ટિલેટરને જે રીતે ટેમ્પોને ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા તેનાથી મશીનને નુકસાન થવાની પણ સંભાવના રહેલી હતી.
Related Articles
રેમડેસિવિર વિતરણ કેસમાં જવાબ આપવા સીઆર પાટિલે સમય માંગ્યો
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં સી. આર. પાટીલ અને રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવાં માટે વધુ સમયની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે હવે આ રીટની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે.
નેતાઓને ભીડ ભેગી કરવાની છૂટ હોય તો ગણેશભક્તોને કેમ નહીં?
સાર્વજનિક ગણેશોત્સવને આડે હવે માત્ર બે મહિના જેટલો જ સમય બચ્યો છે. આ ઉત્સવ ભલે આઝાદીની ચળવળની જાગૃતિ માટે શરૂ કરવામાં આવ્યો હોય પરંતુ હવે તેની સાથે ધાર્મિક લાગણી એટલી હદે જોડાઇ ગઇ છે કે, 10 દિવસ સુધી શ્રીજીની આરાધના કરવા માટે યુવાઓ હંમેશા તત્પર રહેતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્સવ શરૂ થાયે તેના છ […]
ઉમરપાડાના ચોખવાડા ખાતે કપાસ પાક પરિસંવાદ યોજાયો
સુરતના મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને SRL પ્રોજેકટ-કેર ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.એસ.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ‘કપાસ પાક પરિસંવાદ’ યોજાયો હતો. જેમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લઈને કપાસ વાવેતરની આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી.નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.સી.કે.ટીંબડીયાએ […]