કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.આજે કોર કમિટીની મિટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરતાં રૂપાણીએ 150 નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક લેવાનો નિર્ણય કર્યો હતો.
Related Articles
પ્રદીપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં
રાજયમાં કોરોનાના કેસો 3.12 લાખ સુધી પહોંચી ગયા છે ત્યારે ગાંધીનગરમાં આજે કોરોનાનાની સાથે અન્ય બીમારી હોય તેવા 10 દર્દીઓનાં મોત થયા છે.બીજી તરફ રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોનાથી સંક્રમિત થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે.જાડેજાની ઓફિસમાં તેમના સ્ટાફના રિનીશ ભટ્ટ પણ સંક્રમિત થઈ ગયા છે. ગાંધીનગર સરકીટ હાઉસના […]
ભાવનગરના સિહોરમાં જનેતાએ તેના બંને બાળકોને ડૂબાડી દીધા
ભાવનગર નજીકના સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ તેમના બન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. જોકે, ખુદ જનેતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેને લઈ સિહોર પોલીસે તજવીજ હાથ ધરી છે. સિહોર પોલીસમાં અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના […]
જૂનાગઢમાં રાજ્ય કક્ષાનો સ્વતંત્ર્યતા મહોત્સવ ઉજવાયો
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પ્રજાજનોને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી ગુજરાતના વિકાસની ગૌરવગાથા જણાવતા કહ્યુ કે, ગુજરાતની હરીફાઇ હવે કોઇ રાજ્ય સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત […]