કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ સંભાળી લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે. કોંગ્રેસના આશરે 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ ઝાખડ, મંત્રી ચરણજીત ચન્ની, સુખજિંદર સિંહ રંધાવાનો પણ સમાવેશ થાય છે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા ન કરવાના આરોપો બાદ કોંગ્રેસી ધારાસભ્યોએ પોતાની સરકાર સામે સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. આ તમામ ધારાસભ્યો સતત કેપ્ટન અમરિંદર સિંહને લઈ સવાલ કરી રહ્યા છે. કેન્દ્રીય હાઈકમાન્ડે 3 સદસ્યોની જે પેનલ બનાવી છે તેની આગેવાની હરીશ રાવત કરી રહ્યા છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગે અને જેપી અગ્રવાલ પણ તેમાં સામેલ છે. તેઓ સોમવારથી પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો, મંત્રીઓને મળવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી બાદથી જ પંજાબ કોંગ્રેસમાં અણબનાવની ખબરો સંભળાઈ રહી છે. નવજોત સિંહ સિદ્ધુ સતત કેપ્ટન અમરિંદર સિંહ વિરૂદ્ધ મોરચો માંડી રહ્યા છે. સંગઠનના અનેક નેતાઓએ પણ કેપ્ટનની સરકાર સામે સવાલ કર્યા છે. આ સંજોગોમાં આગામી વર્ષે જ્યારે રાજ્યમાં ચૂંટણી થવાની છે તો તેના પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવામાં લાગ્યું છે.
Related Articles
બાલિકા બધુ ફેમ સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકમાં મોત
બિગબોસ(BIGG BOSS) સિઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુકલા(SHIDDHARTH SUKLA)નું હાર્ટ એકેટના કારણે મોત થઇ ગયું છે. તેમની ઉંમર માત્ર 40 વર્ષ જ હતી. હ્દયરોગનો હુમલો થયા પછી તેમને તાત્કાલિક મુંબઇની કુપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને ત્યાં મૃત જાહેર કર્યા હતાં. રિપોર્ટ પ્રમાણે તેમના શરીર પર કોઇ બાહ્ય ઇજાના નિશાન મળ્યાં ન હતાં. બુધવારે […]
વડોદરા પ્રગતિ મંડળ નવાપુરા, રાજસ્તંભના વિઘ્નહર્તા
વડોદરાના નવાપુરા સ્થિત પોલો ગ્રાઉન્ડની સામેની રાજસ્તંભ સોસાયટીના પ્રગતિ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. (free entry)(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.
મનકી બાતને કારણે ઓલ ઇન્ડિયા રેડિયોને 10.64 કરોડની આવક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ને 2014માં શરૂ થયા પછી અત્યાર સુધી 30.80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. જેમાં સૌથી વધુ 10.64 કરોડની આવક વર્ષ 2017-18માં થઈ હતી. એમ રાજ્યસભાને સોમવારે જાણ કરવામાં આવી હતી. ‘મન કી બાત’ કાર્યક્રમ અખિલ ભારતીય રેડિયો અને દૂરદર્શનની વિવિધ ચેનલોમાં માધ્યમે દર મહિનાના અંતિમ રવિવારે […]