બેડ નથી, ઓક્સિજન નથી, ઇન્જેક્શનો નથી છતાં સરકાર સબ સલામતના દાવા કરી રહી છે. રાજ્ય સરકાર મૃત્યુઆંક સહિત આંકડાઓની સંખ્યામાં ઢાંકપીછાડો કરી રહી છે. ત્યારે શક્રવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આદેશ કર્યો હતો કે લોકોમાં વિશ્વાસ સંપાદીત થાય તે રીતે સાચા અને પારદર્શી રીતે આંકડા જાહેર કરવામાં આવે. રાજ્ય સરકારના અધિકારી કે કોઈ મંત્રી દ્વારા રોજે રોજ સાચી હકીકતથી લોકોને વાકેફ કરવામાં આવે.લોકોને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી- સરકારની નિષ્ફળતાઓ અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે લોકોમાં જાગૃતતા આવી રહી છે. વધુમાં હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે કોરોનાની સાચી સ્થિતિ અંગે રાજ્ય સરકાર રોજેરોજ પ્રજાને સાચી માહિતી ઉપલબ્ધ કરાવે, કઈ હોસ્પિટલમાં બેડની કેટલી ઉપલબ્ધિ છે, ઇન્જેક્શનની શું સ્થિતિ છે, સહિતની સાચી સ્થિતિ સરકાર દ્વારા બતાવવામાં આવે તે અંગે એક વેબ પોર્ટલ તૈયાર કરી, સમગ્ર માહિતી તેના ઉપર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે. સાથે જ તા. 19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી તેનું સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટે જણાવ્યું છે. આ અંગેની ૨૦મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.
Related Articles
નવસારી, વલસાડ સહિત હવે 29 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા. જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે […]
હરીપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન
હરિધામ સોખડાના મંદિર પરિસરમાં આજે દાસના દાસ એવા હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહ સાથે પાલખી યાત્રા નીકળી હતી. તે પછી નિજ મંદિર નજીક હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા . મંદિરના સંતો દ્વ્રારા ચંદનના લાકડાનું સિંહાસન પણ બનાવવામાં આવ્યુ હતુ. હરિપ્રસાદ સ્વામીની પાલખી યાત્રા વખતે હરિ ભકત્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાથે ચોધાર આસુંએ […]
રાજ્યમાં વધુ 180નાં મોત
રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 14,327 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 180 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 25નાં મોત સાથે રાજ્યમાં કુલ 180નાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7010 થયા છે.સુરત શહેરમાં 18, વડોદરા શહેરમાં 11, રાજકોટ શહેરમાં 13, જામનગર શહેરમાં […]