વિદેશી કોરોના વેક્સિન ભારત લાવવાનો માર્ગ મોકળો

કોરોનાની સ્થિતિને પગલે દેશમાં રસીકરણમાં ગતિ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારતની દવા નિયામક સંસ્થા એટલે કે ડીજીસીઆઇએ હવે ફાઇઝર અને મોડર્ના જેવી વિદેશી વેક્સિનને વહેલી તકે ભારત લાવવા માટે તેમની અલગથી ટ્રાયલ કરવાની શરતને દૂર કરી છે. જે વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા અમેરિકી એફડીએ દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી હશે, તેને ભારતમાં ટ્રાયલમાંથી પસાર થવું નહીં પડે. આ અંગે ડીજીસીઆઇના ચીફ વીજી સોમાનીએ નોટિસ જાહેર કરી છે. નોટિસ પ્રમાણે, હાલમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે ભારતમાં વધતી રસીની માંગને જોતાં NEGVACના સૂચનોના આધારે હવે તે વેક્સિનને ભારતમાં ટ્રાયલમાંથી પસાર થવું નહીં પડે, જેને અગાઉથી જ યુએસ એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે. જો વિદેશી વેક્સિનને કોઇ અન્ય જેશમાં અથવા કોઇ સ્વાસ્થ્ય સંસ્થાથી મંજૂરી મળેલી છે, તો ભારતમાં તેની ગુણવત્તા અને અસર તપાસવા માટે ટ્રાયલ કરવાની જરૂર નહીં હોય. જો કે, આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ રસીના પ્રથમ ૧૦૦ લાભાર્થીઓ પર સુરક્ષા હેઠળ ૭ દિવસ સુધી નજર રખાશે. ઉલ્લેખનીય છે કે, કોવિન સાઇટ મુજબ દેશમાં અત્યાર સુધી ૨૧ કરોડ ૪૩ લાખ ૫૬ હજાર ૭૬૭ લોકોને રસી આપવામાં આવી છે. જેમાં ૪ કરોડ ૩૬ લાખ ૭૮ હજાર ૨૨૬ એવા લોકો છે જેમને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *