ગંગા નદીમાં વહેતી લાશોના સમાચારો અને તસવીરોએ દિવસો સુધી દેશના લોકોને હચમચાવ્યા હવે ગંગા નદીના કિનારે દાટી દેવામાં આવેલા સેંકડો મૃતદેહો વરસાદથી ધોવાણના કારણે જમીનની બહાર આવી ગયા હોવાની હચમચાવી દેતા અહેવાલો મળી રહ્યા છે. એમ જાણવા મળે છે કે ગંગાના કિનારે એક સ્મશાન નજીક મૃતદેહોની આખી હરોળની હરોળ બહાર આવી ગઇ છે. આ મૃતદેહો ઉંડી કબર ખોદ્યા વિના છીછરી સપાટીએ જ દાટી દેવામાં આવ્યા હતા અને તેથી વરસાદના એક મોટા ઝાપટામાં જ જમીનમાંથી આ લાશો બહાર આવી ગઇ છે. મૃતદેહોની મોટી સંખ્યા અને અંતિમ સંસ્કારની પુરતી સવલતોના અભાવે મૃતદેહોને આ રીતે ઉતાવળે દાટી દેવામાં આવ્યા હશે એમ માનવામાં આવે છે. પ્રયાગરાજથી ૪૦ કિમી દૂર શ્રીરંગવરપુર ગામના સ્મશાનઘાટની તસવીરો બહાર આવી છે જેમાં જોઇ શકાય છે કે છીછરી કબરોની હરોળની હરોળ બહાર આવી ગઇ છે. આ કબરોને કેસરી કપડાઓ વડે ઢાંકી રાખવામાં આવી છે. અહીં દફનાવવામાં આવેલા મૃતદેહોમાં ઘણા મૃતદેહો કોવિડના દર્દીઓના પણ છે એમ માનવામાં આવે છે.
Related Articles
બ્રેકિંગ : સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ખસેડાયો
ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત […]
વડોદરાના નાની તંબોલીવાડ ખાતે ગણેશોત્સવનું સુંદર આયોજન
વડોદરાના નાની તંબોલીવાડ ખાતે આવેલા તંબોલીવાડ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. (free entry) ( ખાસનોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણેશ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું, ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 પર વોટ્સએપ કરવા વિનંતી છે.)
માલ્યા, નીરવમોદી અને ચોકસીની 9000 કરોડની સંપતિ બેંકોમાં ટ્રાન્સફર
કિંગ ફિશર એરલાઇન્સ અને યુનાઇટેડ બેવરેજીસના માલિક વિજય માલ્યાને કરોડોના પીએબી બેંક ગોટાળામાં ભારતને તલાશ છે. તેવી જ રીતે હીરાના વેપાર અને ગીતાંજલી જેમ્સ સાથે સંકળાયેલા નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ ભારત સરકારે ભાગેડું જાહેર કર્યા છે. આ બંને પાસે પણ પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાના લેણા બાકી નીકળે છે. આ ત્રણેય દેશ છોડીને […]