અમદાવાદ – ગાંધીનગર , વડોદરા અને રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ નથી ત્યારે આજે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા એક સામટા 5000 રેમડેસિવિર ઈન્જેકશન સાથે સુરતમાં તેનું એક દર્દી દીઠ એકનું વિતણ શરૂ કરવામાં આવતા આજે ગાંધીનગરમાં રૂપાણી સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. એક તરફ સમસ્ગ્ર રાજયમાં રેમડેસિવિરની અછત છે ત્યારે સુરતમાં આટલી બધી માત્રામાં રેમડેસિવિર ઈન્જેકશન કેવી રીતે આવ્યા તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગાંધીનગરમાં અને અમદાવાદમાં આજે કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓ રેમડેસિવિર ઈન્જેકશન શોધી રહ્યાં હતા. તેમ છતાં તેમને મળ્યા ન હતા. બીજી બાજુ ઝાયડસ ગ્રુપ દ્વારા પણ રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ બંધ કરી દેવાયુ હતું. સરકારી હોસ્પિટલમાં પણ બધાને સરળતાથી રેમડેસિવિર ઈન્જેકશન આપવામા આવે છે તેવુ પણ માની લેવુ મુશ્કેલ છે. કારણે કે આજે ગાંધીનગર સિવિલમાં જરૂરિયાતવાળા દર્દીઓને પણ આ રેમડેસિવિર ઈંન્જેકશન આપવામા આવ્યા ન હતા. ઝાયડસ ગ્રુપના જ રેમડેસિવિર ઈન્જેકશન સુરત પહોચી ગયા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આજે જયારે અમદાવાદમાં સવારે સીએમ વિજય રૂપાણીને પુછવામાં આવ્યુ કે સુરતમાં ભાજપ દ્વારા 5000 રેમડેસિવિર ઈન્જેકશનનુ વિતરણ કરવામા આવી રહ્યું છે તે કેવી રીતે આવ્યા ? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે આ બાબતે સીઆરને પુછો. તેમણે કહ્યું હતું કે પાટીલે રેમડેસિવિર ઈન્જેકશનની વ્યવસ્થા કયાંથી કરી તે તેમને પુછો . સરકારે એક પણ ઈન્જેકશન આપ્યુ નથી.
Related Articles
નીતીન પટેલના નીવેદનને સીઆર પાટિલનું સમર્થન
ગાંધીનગરમાં વિહિપ દ્વ્રારા નિર્માણ પામેલા ભારત માતાના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલા નિવેદેનના રાજકિય પ્રત્યાધાત પડયા છે. એક તરફ પ્રદેશ ભાજપની નેતાગીરીએ નીતિન પટેલે કરેલા નિવેદનને સમર્થન આપ્યુ છે. જયારે કોંગ્રેસે તેનો વિરોધ કરીને એવો આક્ષેપ કર્યો છે કે નીતિન પટેલ ભાગલા પાડો અને રાજનીતિ કરો તેવી રાજનીતિ શરૂ કરી […]
સાઇમોહન રો હાઉસ વડોદના મનિષ કાપિડયાના શ્રીગણેશ
સુરતના વડોદ ભેસ્તાન રોડ ઉપર આવેલા સાઇ મોહન રો હાઉસમાં મનિષ કાપડિયા દ્વારા ગણપતિનું ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ગુજરાતના 1400 ગામોમાં હવે ખેતી માટે દિવસે પણ વિજળી મળશે
રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. ૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારી અથાગ પરિશ્રમ કર્યો છે. ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ […]