રાજયમાં આગામી પાચ દિવસ દરમિયાન વાવાઝોડુ , આંધી તેમજ કમોસમી વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે છે. ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશન હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રહેલું છે. જેના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે વીજળી થવા ઉપરાંત વાવાઝોડું અને પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આજે દિવસ દરમિયાન અમદાવાદ, ડિસા અને ગાંધીનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી રહેવા પામ્યો હતો. જયારે અન્ય શહેરોમાં 34 થી 40 ડિગ્રી વચ્ચે ગરમીનો પારો જોવા મળ્યો હતો.
Related Articles
અનુપમ આનંદની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક
રાજ્યમાં આગામી ડિસે.૨૦૨૨માં યોજાનાર ગુજારત વિધાનસભાની ચૂંટણીનું મેનેજમેન્ટ હવે આઈએએસ અનુપમ આનંદ સંભાળશે. કેન્દ્રિય ચૂટણી પંચ દ્વારા પંસદગી કરાયા બાદ આજે અનુપમ આનંદની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે. અનુપમ આનંદ અગાઉ સરકારમાં સેક્રેટરી આદિજાતિ વિકાસની જવાબદારી સંભાળતા હતા. હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને […]
જ્વેલર્સ સાથે ઠગાઇમાં બીલીમોરાના ભાજપ અગ્રણીની સંડોવણી
બીલીમોરાનાં આર.એ.પરીખ જ્વેલર્સમાંથી બે વર્ષ અગાઉ રૂ.60,71,781નાં 1692.320 ગ્રામનાં સોનાનાં દાગીના પડાવી લેવાના કેસમાં મહિલા આરોપીએ આ દાગીના તેના મિત્ર ભાજપ અગ્રણીને આપ્યા હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. જે દાગીના તેના મિત્રએ અલગ અલગ અનેક લોકો પાસે મુથુટ ફિનકોપ લિ. માં ગીરવે મુકાવી લોન મેળવી હતી. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડ માટે […]
વડોદરા, વડસરના પ્રિતેશ બ્રહ્મભટ્ટના ગુફામાં બીરાજમાન શ્રીજી
વડોદરાના વડસર રોડ ઉપર ઓરો હાઇટ્સની સામે ડ્રીમ આત્મનમાં રહેતાં પ્રિતેશ બ્રહ્મભટ્ટે ઘરે જ ગણેશોત્સવનું સુંદર આયોજન કર્યું છે. તેમણે ગુફાનો સેટ તૈયાર કર્યો છે અને વિનાયકને તેમાં બિરાજમાન કરાવ્યાં છે. (free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો […]