તાઉતે વાવાઝોડાના કારણે સૌથી ઉર્જા વિભાગ સૌથી વધુ અસરગ્રસ્ત થવા પામ્યો છે. રાજ્યના ૯૬૮૫ જેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. તેમાંથી ઉર્જા વિભાગે ઝડપી કામગીરી કરીને ૫૪૮૯ ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો. તેમ છતાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સેંકડો ગામમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે. તે સાથે વાવાઝોડામાં વૃક્ષ પડવાથી કે જળબંબાકાર થવાના કારણે ૯૫૯ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. ૮૯૯ જેટલા રસ્તાઓ માર્ગ-મકાન વિભાગ દ્વારા કામગીરી કરીને ખોલી દેવાયા હતા.
Related Articles
ગણેશ વિસર્જનના દિવસે સુરતના આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે
આગામી તારીખ 19 સપ્ટેમ્બર અને રવિવારના રોજ ગણેશોત્સવના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવા શહેરના જુદાજુદા વિસ્તારમાંથી સરઘસ નીકળતા હોય છે. સુરત શહેરના રાજમાર્ગ ઉપરથી કૃત્રિમ ઓવારામાં ગણપતિજીની મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવનાર છે. આ સંજોગોમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય , કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ […]
આજથી જ્વેલરીમાં ફરજિયાત હોલ માર્કિંગ
મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટમાં હોલ માર્કિંગને લઇ કેસ ચાલી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકારમાં ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા આવતી કાલે 16 જૂનથી જ્વેલરી પર હોલ માર્કિંગ ફરજિયાત કર્યું છે. તેને લઇને જ્વેલર્સની મૂંઝવણ વધી છે. સુરતમાં નાના-મોટા 1 હજારથી 1200 જ્વેલર્સ હોવા છતાં BIS માન્ય માત્ર 6થી 7 હોલ માર્કિંગ સેન્ટર છે જયારે દક્ષિણ ગુજરાતમાં […]
ખૂબ જ અગત્યનું કોઇનો જીવ બચી શકે છે
દક્ષિણ ગુજરાતમાં કોરોનાની ખૂબ જ ઘાતક સ્થિતિ છે તેવા સમયમાં દર્દીઓના સંબંધીઓને ખબર નથી હોતી કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે અને કઇ હોસ્પિટલમાં જગ્યા છે. તેના કારણે દર્દીઓને કલાકો સુધી એમ્બ્યુલન્સમાં લઇને રઝળવું પડે છે. આ અંગેની જાણકારી અમે તમને દિવસમાં બે વખત આપીશું. તમારૂ કામ છે હવે આ માહિતી તમારા સંબંધી કે મિત્રોને પહોંચાડો […]