કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે, તેવો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડિયેટ સેમેસ્ટર ર, ૪ અને જ્યાં સેમેસ્ટર ૬ પણ ઇન્ટરમિડિયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે ૯.૫૦ લાખ જેટલી થવા જાય છે. ઇન્ટરમિડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ હેતુસર માર્કસની ગણતરી માટે પ૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ પ્રિવીયસ-સેમેસ્ટરના આધારે આપવામાં આવશે. જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહીં આવી હોય તો ત્યાં પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલા ખરેખર ગુણ ધ્યાને લેવાશે.
Related Articles
સુરતમાં 2 ફૂટ સુધીની મૂર્તિનું ફરજિયાત ઘરઆંગણે વિસર્જન
આવતા સપ્તાહે સુરતના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવનો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ સાર્વજનિક રીતે ઉજવી શકાયો ન હતો. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતાની સાથે જ ગણેશભક્તોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. સુરત મહાનગર પાલિકાએ પણ કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન સુરત શહેર ગણેશ […]
સાઇમોહન રો હાઉસ વડોદના મનિષ કાપિડયાના શ્રીગણેશ
સુરતના વડોદ ભેસ્તાન રોડ ઉપર આવેલા સાઇ મોહન રો હાઉસમાં મનિષ કાપડિયા દ્વારા ગણપતિનું ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી
ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની […]