દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે, યુએસ ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ ફાઇઝર અને મોડર્નાએ શહેરની સરકારને કોરોના વાયરસની રસી વેચવાનો ઇનકાર કર્યો છે. કારણ કે, તેઓ કેન્દ્ર સાથે સીધો વ્યવહાર કરવા માંગે છે. કેજરીવાલે જણાવ્યું કે, અમે ફાઈઝર અને મોડર્ના સાથે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અમને રસી આપશે નહીં અને સીધા કેન્દ્ર સાથે વાત કરશે.તેમણે ઉમેર્યું કે, હું કેન્દ્ર સરકારેને હાથ જોડીને આ કંપનીઓ સાથે વાત કરવા, રસી આયાત કરવા અને તેને રાજ્યોમાં વહેંચવા અપીલ કરું છું. દિલ્હીના મુખ્યમંત્રીની આ ટિપ્પણી એક દિવસ પછી આવી હતી જ્યારે પંજાબના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મોડર્નાએ સીધા રાજ્ય સરકારને રસી મોકલવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેઓ માત્ર કેન્દ્ર સાથે જ વ્યવહાર કરશે. કેજરીવાલે કહ્યું કે, કોરોનાની બીજી લહેર ધીરે ધીરે ઘટતી જાય છે અને શહેરની સરકારે ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે, અમે ચીનથી 6000 ઑક્સિજન સિલિન્ડર આયાત કર્યા છે. પ્રત્યેક 2,000 સિલિન્ડર સાથે ત્રણ ડેપો બનાવવામાં આવી રહ્યા છે. જેનો ઉપયોગ ત્રીજી લહેર માટે કરવામાં આવશે. એમઇએ (વિદેશ મંત્રાલય) અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અમને ખૂબ મદદ કરે છે, તેમની મદદ વિના આ શક્ય નહોતું. તેમણે કહ્યું કે, રસીનો સ્ટોક પૂરો થયા પછી દિલ્હીમાં 18-24 વય જૂથનાં તમામ 400 રસીકરણ કેન્દ્રો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે 45થી વધુ વયનાં લોકો માટે કોવાક્સિન આપતા કેન્દ્રોમાં હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પણ ડોઝ ઉપલબ્ધ ન હોવાથી બંધ કરી દેવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું કેન્દ્રને વિનંતી કરું છું કે આ રસીકરણ કાર્યક્રમને મજાક ન બનાવવો. રાજ્યોને આ કંપનીઓ સાથે સંપર્ક કરવા કહેવાને બદલે યુદ્ધના ધોરણે ફાઇઝર અને મોડર્નાને મંજૂરી આપો.
Related Articles
26 ઓગસ્ટે રાષ્ટ્રિય ખેડૂત સંમેલ યોજવામાં આવશે
દેશભરથી ખેડૂત સંગઠનોના 1500 કરતા વધુ પ્રતિનિધિઓ ભેગા થઈને 26 અને 27 ઓગસ્ટના રોજ યોજનારા રાષ્ટ્રીય સંમેલન દરમિયાન ખેડૂત આંદોલનના વ્યૂહ અંગે ચર્ચા કરશે, એમ ખેડૂત નેતાઓએ કહ્યું હતું. 3 વિવાદીત ખેડૂત કાયદાઓની વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનને 9 મહિના પૂર્ણ થવાના અવસર પર આ સંમેલન સિંઘુ બોર્ડર પર આયોજિત કરાશે. ‘અમારા અન્ય કાર્યક્રમોની જેમ રાષ્ટ્રીય સંમેલનમાં […]
મેહુલ ચોક્સીને પરત લાવવા પ્રયત્નો
કેરેબિયન ક્ષેત્રમાંથી ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને પરત લાવવા ભારત ડોમિનિકા, એન્ટિગુઆ અને બરબુડાની સરકારો સાથે સંપર્કમાં છે. એમ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે ભારત એન્ટિગુઆ અને બરબુડા સાથે સંપર્કમાં હતું અને હવે ડોમિનિકા સરકાર સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે તેમના સંપર્કમાં છીએ. ચોક્સી અને […]
સીરમ વધુ એક કોરોનાની વેક્સિન લોન્ચ કરશે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શુક્રવારે કહ્યું કે, તેમને આશા છે કે ભારતમાં તેમની કંપની દ્વારા ઉત્પાદિત વધુ એક કોરોના રસી ઓક્ટોબરમાં પુખ્ત વયના લોકો અને બાળકો માટે 2022ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.તેમણે સીરમ ઇન્સ્ટિટ્યૂટને પૂરા પાડવામાં આવેલા તમામ સપોર્ટ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, કંપની […]