મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત નિયંત્રણો લાગૂ થશે. આવતીકાલથી ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે.મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ અટકાવવામાં આવી છે. 15 દિવસ સુધી ફક્ત આવશ્યક સેવાઓ જ યથાવત રહેશે.
Related Articles
પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દસિંગ સામે બળવો
ચાર કેબિનેટ પ્રધાન અને વિવિધ કોંગ્રેસી ધારાસભ્યએ મંગળવારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમનામાં વિશ્વાસ નથી અને 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કરેલા વચનો તેમણે પૂરા કર્યા નથી. ચાર પ્રધાનો તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા, સુખબિન્દર સિંહ સરકારીયા, સુખજિન્દર સિંહ રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની અને અંદાજે 2 ડઝન […]
DAP પર 140 % સબસિડી વધતા ખાતર જૂના ભાવે પડશે
કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોન હવે ડીએપીની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, […]
વાવોઝોડા યાસનો ખતરો: પીએમ મોદીએ બોલાવી બેઠક
વાવોઝોડા યાસના ખતરા વચ્ચે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક બોલાવી હતી, જેમાં મંત્રી અનેઅધિકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને તટીય પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર ખસેડવા જણાવ્યું હતું. બેઠકમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અંડમાન-નિકોબાર અને પુડુચેરીના ચીફ સેક્રેટરી અને અધિકારીઓ સામેલ થયા હતા. આમાં રેલવે બોર્ડ […]