અત્યારે ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. ચીન, સાઉદી અરેબિયા, અમેરિકા સહિતના ઘણા દેશો ભારતની મદદ કરવા આગળ આવ્યા છે. હવે ફ્રાન્સે પણ ભારતને મદદ કરવા માટે હાથ પણ લંબાવ્યો છે. ફ્રાન્સની સરકારે જાહેરાત કરી છે કે તે કોરોના સામેની આ લડાઇમાં ભારતને જલદી રાહત પહોંચાડવા માટે મદદ કરશે. ફ્રાન્સ ભારતને 8 ઉચ્ચ ક્ષમતાવાળાં ઓક્સિજન જનરેટર આપશે, આ ઉપરાંત 2000 દર્દી માટે 5 દિવસનો લિક્વિડ ઓક્સિજન પણ મોકલશે. આ સાથે જ ફ્રાન્સ 28 વેન્ટિલેટર અને ICUનાં સાધનો પણ ભારતને આપશે. ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુએલ લૈનેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.
Related Articles
સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી
સુપ્રીમ કોર્ટે આજે કોવિડ-૧૯ની સ્થિતિને લગભગ રાષ્ટ્રીય કટોકટી જેવી ગણાવી હતી જ્યારે આ અદાલત વેદાન્તાની તમિલનાડુના તુતીકોરિન ખાતેના તેના સ્ટરલાઇટ કોપર યુનિટને ખોલવા દેવાની અરજી એ ભૂમિકા પર સાંભળવા સંમત થઇ હતી કે તે હજારો ટન ઓક્સિજનનું ઉત્પાદન કરશે અને દર્દીઓની સારવાર માટે મફત આપશે. ચીફ જસ્ટિસ બોબડેના વડપણ હેઠળની બેન્ચ તમિલનાડુ સરકારના વિરોધથી પ્રભાવિત […]
મધ્ય પ્રદેશ : 860 રેમડેસિવિર ચોરાયા
મધ્ય પ્રદેશમાં સરકાર સંચાલિત હમીદિયા હોસ્પિટલના સ્ટોકમાંથી શનિવારે રેમડેસિવિરના 860 જેટલા ઈન્જેક્શન ચોરાયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું.એક અધિકારીએ કહ્યું કે, આ ઘટના પાછળ આંતરિક ભાંગફોડ નકારી શકાય નહીં. ભોપાલના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઇર્શાદ વાલીએ જણાવ્યું હતું કે, ભોપાલની હોસ્પિટલમાંથી 860 રેમડેસિવિર ઇન્જેક્શન ચોરાયા હોવાનું સામે આવ્યું છે. અમે આ અંગે તપાસ કરી […]
અમેરિકન સંસદ પર નિષ્ફળ હુમલો, ધ્વજ અડધી કાઠીએ
અમેરિકન સંસદ કેપિટલ હિલ પાસે ભારતીય સમયાનુસાર શુક્રવારે મોડી રાતે 11.30 વાગ્યે ફાયરિંગ થયું. અહીં એક કારે સવારે પોલીસ બેરિકેડને ટક્કર મારી. એના પછી પોલીસે કારડ્રાઈવર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ડ્રાઈવર ઘાયલ થયો હતો, જ્યારે બે પોલીસકર્મીને ઈજા થઈ હતી, જેમાં એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયું હતું. શંકાસ્પદ હુમલાખોર સહિત બંને પોલીસ […]