વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર ૧૨.૧૦ વાગ્યે બિટકોઇન ૬૦૬૭પ.૮૭ પર ટ્રેડ કરતો હતો જે ૪.પ ટકા ઉંચો હતો, જ્યારે અન્ય ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમનો ભાવ ૪.૭ ટકા વધીને ૨૧૭૩.૬૩ પર બોલાતો હતો. બિટકોઇનમાં સતત છ મહિનાથી ડબલ ડિજિટના રિટર્ન પછી ક્રિપ્ટો માર્કેટમાં ઉઠાપટક છેલ્લા કેટલાક સપ્તાહથી સર્જાઇ હતી. અલબત્ત, નિષ્ણાતો જણાવે છે કે ક્ષિતીજ પર હજી નોંધપાત્ર ગતિની નિશાનીઓ દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૭ દરમ્યાન, વિશ્વની સૌથી મોટી અને સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ૭૭૭.૭૬ ડૉલર પર હતી અને તે વર્ષના અંતે તેનો ભાવ ૧૯૪૯૭.૪૦ ડૉલર પર બોલાતો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં બિટકોઇનનો ભાવ ૧૦૪ ટકા ઉંચકાયો છે. ઐતિહાસિક આંકડાઓ સંકેત આપે છે કે કેલેન્ડર વર્ષનો બીજો ત્રિમાસિક ગાળો સામાન્ય રીતે બિટકોઇન અને ઇથરીયમ – એ બંને ડિજિટલ ચલણો માટે પોઝિટિવ કમાણીનો સમયગાળો હોય છે. વર્ષ ૨૦૧૧થી આ બીજા ક્વાર્ટરમાં બિટકોઇને સરેરાશ ૨પ૬ ટકા વળતર આપ્યું છે, જ્યારે કે ઇથેરિયમે ૨૦૧૬થી બીજા ક્વાર્ટરમાં સરેરાશ ૧૪૧ ટકા વળતર આપ્યું છે. ૨૦૧૮ના બીજા ક્વાર્ટરના અપવાદ સિવાય બિટકોઇને બીજા ક્વાર્ટરમાં હંમેશા પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સંસ્થાકીય માગ અને અમેરિકામાં ૧.૯ ટ્રિલિયન ડોલરનું કોવિડ-૧૯ પેકેજ પસાર થયું તેણે માર્ચમાં બિટકોઇનને વધવામાં ઘણી મદદ કરી છે. જો કે સતત અપટ્રેન્ડ પછી થોડી અસ્થિરતા પણ સર્જાઇ હતી અને બિટકોઇનનો ભાવ ૪૦ ટકા પોઇન્ટ અને માસ ટુ માસના ધોરણે ૬૩ ટકા જેટલો ગગડી ગયો હતો જે હવે ફરી ઉંચકાવા લાગ્યો છે.
Related Articles
જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર તૂટી પડ્યું
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં રણજીત સાગર ડેમ તળાવમાં મંગળવારે આર્મીનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અધિકારીઓએ ગુમ થયેલાઓને શોધવા માટે મોટાપાયે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. પંજાબના પઠાનકોટથી આશરે 30 કિમી દૂર આ ડેમ આવેલો છે અને આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. કઠુઆના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) આર સી કોટવાલે જણાવ્યું […]
ભારતીય શેર બજારમાં પ્રથમ વખત સેન્સેક્સ 53,000ને પાર
ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહેવા પામી છે. આજે ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 53000 પોઇન્ટને પાર બોલાયો હતો. જે આજે ઇન્ટ્રાડેમાં 53057.11ની નવી ઉંચાઇ હાંસલ કરી હતી. જેમાંરોકાણકારોના રોકાણમાં 2.5 લાખ કરોડનો વધારો થવા પામ્યો છે. જોકે, આજે ઉપલા મથાળેથી ચારેકોરથી નફાવસુલીના પગલે ઐતિહાસિક સપાટીએથી પરત ફર્યો હતો અને નજીવા સુધારા સાથે સપાટ બંધ રહ્યો […]
અમેરિકામાં વેક્સિન લીધી હોય તેને માસ્કમાંથી મુક્તિ
કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા તો 6 ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે. જો કે, આ નિયમ જે વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી […]



