કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેમાં પ્રવર્તમાન કોરોનાની બીજી લહેરને પગલે માકૂફ રખાયેલી ધોરણ 12ની પરીક્ષા યોજવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી રમશે પોખરિયાલે જણાવ્યું કે, રવિવારે અગત્યની બેઠક મળશે. આ બેઠક રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાશે તેમજ કેન્દ્રીય મહિલા અને બાળક વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ આ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં દરેક રાજ્યોના શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવોને પણ ઉપસ્થિત રહેવા જણાવાયું છે. ધો. 12ની માકૂફ રાખવામાં આવેલી પરીક્ષા પુનઃ લેવા માટે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત અન્ય હિસ્સેદારોનો મત પણ જાણ્યો હતો. આવતીકાલે સવારે 11.30 કલાકે બેઠક યોજાશે. આ પૂર્વે રાજ્યોના શિક્ષણ સચિવો સાથે પરામર્શ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ધો. 12ની પરીક્ષાને માકૂફ રાખવાની ફરજ પડી હતી. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત અન્ય દિગ્ગજ મંત્રીઓ તેમજ તમામ રાજ્યોના સીએમ અને સચિવો સાથે રવિવારની બેઠકમાં ધો. 12ની પરીક્ષા પુનઃ યોજવા અંગે કોઈ નિષ્કર્ષ આવે તેવી સંભાવના છે. જો કે પરીક્ષા યોજવા માટે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવશે.આ ઉપરાંત ધો. 12 પછી યોજાતી અન્ય પ્રોફેશનલ કોર્સ માટેની પરીક્ષાની તારીખો અંગે પણ વિચારણા આ બેઠકમાં થઈ શકે છે. કોરોના મહામારીને લીધે દેશમાં શૈક્ષણિક કાર્ય ખોરવાતા બોર્ડ પરીક્ષાઓમાં વિધ્ન આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રાલયે તમામ રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા ના વધે તે માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સુચનોને આધારે ધો. 12ની પરીક્ષા અંગે એક નક્કર નિર્ણય જરૂરી છે જે તમામ વિદ્યાર્થીઓના હિતમાં હોય. અગાઉ સીબીએસઈએ 14 એપ્રિલના રોજ ધો. 10ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને ધો. 12 બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી હતી. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સીબીએસઈએ જણાવ્યું હતું કે ધો. 12ની પરીક્ષા 1 જૂન પછી યોજાઈ શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વર્તમાન મહામારીની સ્થિતિમાં ધો. 12ની પરીક્ષા રદ કરવા માંગ કરી રહ્યા છે. માર્ચ 2020થી કોરોના મહામારીની પ્રથમ લહેર વકરતા શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે કેટલાક રાજ્યોમાં શાળાઓએ ગત વર્ષે ઓક્ટોબરમાં આંશિક કામગીરી શરૂ કરી હતી પરંતુ કોરોનાની બીજી લહેર આવી પહોંચતા પુનઃ ફિઝિકલ શિક્ષણકાર્ય બંધ કરવાની ફરજ પડી હતી.
Related Articles
દિલ્હીમાં ‘જ્યાં વોટ-ત્યાં જ વેક્સિન : અરવિંદ કેજરીવાલ
દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જો કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 1 મહિનામાં વેક્સિન આપી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોના સેન્ટર્સ પર ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. દિલ્હી સરકાર […]
મિસ યુનિવર્સ બની મેક્સિકોની એન્ડ્રિયા, ચોથા સ્થાને ભારત
મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો. ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી. જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી. સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી. મિસ […]
તાલીબાને કાબૂલ નજીકના ગઝની પર પણ કબજો કર્યો
તાલીબાને કાબૂલની નજીકનું એક વ્યુહાત્મક પ્રાંતીય પાટનગર કબજે કર્યું છે અને અફઘાનિસ્તાનના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેરની સંરક્ષણ હરોળ તોડી છે, જે સાથે અમેરિકાના લશ્કરી મિશનનો અહીં અંત આવે તેનાથોડા સપ્તાહો પહેલા જ દેશની મુશ્કેલીગ્રસ્ત સરકારનું શાસન વધુ સંકોચાયું છે. ગઝનીને કબજે કરીને તાલીબાનોએ અફઘાન રાજધાનીને દેશના દક્ષિણી પ્રાંતો સાથે જોડતો મહત્વનો ધોરીમાર્ગ કાપી નાખ્યો […]