રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના પગલે હાલમાં પરીક્ષાઓનો યોજી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. આ ઉપરાંત કોરોનાની મહામારીના પગલે અન્ય રાજ્યોમાં પણ ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જેથી અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
Related Articles
કોરોનામાં માત્ર 53 કેસ જ પોઝિટિવ મળતા તંત્રને હાશકારો
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર દરમ્યાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી અને તેની સામે 258 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે કોરોનાના અત્યાર સુધીના કુલ 8.24 લાખ કેસો નોંધાયા છે.20 જિલ્લાઓમાં […]
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ નહીં ઉજવાઇ
ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી ગત વર્ષની જેમ આ વર્ષે પણ નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાને […]
મોરવાહડફની પેટા ચૂંટણીમાં ભાજપનાં નિમિષા સુથારની જીત
ગુજરાત વિધાનસભાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાયા બાદ રવિવારે થયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો ૪૫૪૩૨ મતોથી વિજય થયો હતો. ગાંધીનગરમાં ચૂટણી પંચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે મોરવા હડફ બેઠક ર ભાજપના નિમિષાબેન સુથારને ૬૭૧૦૧ મતો મળ્યા હતા. જ્યારે કોંગીના સુરેશ કટારાને ૨૧૬૬૯ મતો મળ્યા હતા. જેના પગલે કટારાએ પોતાની હાર […]