ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,73,810 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 1.50 કરોડને વટાવી ગયો છે. સોમવારે અપડેટ થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં એક્ટિવ કેસનો આંકડો 19 લાખને વટાવી ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કુલ કેસનો આંકડો વધીને 1,50,61,919 થઈ ગયો છે. જ્યારે દેશમાં નવા 1,619 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,78,769 થઈ ગયો છે. દેશમાં સતત 40 દિવસથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 19,29,329 થઈ ગઈ છે. જે કુલ કેસના 12.81 ટકા છે. જ્યારે કોરોના સામે રિકવરી રેટ ઘટીને 86 ટકા થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા વધીને 1,29,53,821 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થઈ ગયો છે. આઇસીએમઆર અનુસાર, રવિવારે 13,56,133 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે 18 એપ્રિલ સુધીમાં કુલ 26,78,94,549 ટેસ્ટ કારવામાં આવ્યા છે.
Related Articles
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હાલ પેટ્રોલ-ડિઝલનાં ભાવ નહીં ઘટે
દેશમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાને પહોચ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. વધતા ભાવોનાં મારથી જનતા પરેશાન છે. આ બધાની વચ્ચે દેશના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યો છે કે ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમતોથી હજી છૂટકારો મળવવાનો નથી. […]
તાલિબાને અફઘાનિસ્તાનમાં કરેલા બ્લાસ્ટમાં આઠનાં મોત
અફઘાનિસ્તાનના કાર્યકારી સંરક્ષણ મંત્રીને નિશાન બનાવતા બોમ્બ ધમાકામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા હતા. તાલિબાન બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં નાયબ મંત્રીને કોઈ નુકસાન થયું નથી. એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. આ વિસ્ફોટ મંગળવારે મોડી રાતે રાજધાની કાબુલના ભારે સુરક્ષાવાળા વિસ્તારમાં થયો હતો. ત્યારબાદ થયેલા ગોળીબારમાં ચાર આતંકવાદીઓ પણ માર્યા […]
ભારતમાં ડેલ્ટા પ્લસ વોરિયનન્ટના કુલ 83 કેસ નોંધાયા
ભારતમાં 4 ઓગસ્ટ સુધી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 83 કેસ નોંધાયા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 33 કેસ નોંધાયા છે. ત્યારબાદ મધ્યપ્રદેશ 11 અને તમિલનાડુ 10 કેસ નોંધાયા છે. એમ લોકસભામાં શુક્રવારેમાહિતી આપવામાં આવી હતી. ખાનગી પ્રયોગશાળાઓને કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગની પરવાનગી છે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવારે લેખિત જવાબમાં […]