રાજ્યમાં કોરોનાવાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યા છે. એવામાં હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત હોવાની વિગતો મળી રહી છે. તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગઈકાલે અને આજે સવારે પણ તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હતા.
