કોરોના મહામારીની બીજી લહેરથી સ્થિતિ ભયાનક બની ગઇ છે. તમામ સાવચેતીઓ છતાં સંક્રમણના લીધે પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. ચાર દીવાલોમાં રહેતા લોકો પણ કોરોના વાયરસની ઝપટે ચઢી ગયા છે. આ વિષમ પરિસ્થિતિમાં દેશની જેલોમાં બંધ કેદીઓ પણ કોરોનાથી સંક્રમિત થવા માંડયા છે કેટલાક કેદીઓના સંક્રમણના લીધે મોત થયા છે. જો કે સુપ્રીમ કોર્ટ જેલમાં કેદીઓની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને એમની સંખ્યા ઘટાડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એના આદેશમાં જણાવ્યું છે કે રાજ્યો એમને ગયા વર્ષે અપાયેલી સૂચનાઓનું પાલન કરે. ગયા વર્ષે જેમને મુક્ત કરાયા હતા એવા કેદીઓને ફરીથી વચગાળા માટે છોડી મૂકવામાં આવે . જેમને પેરોલ મળ્યા હતા એમને ફરીથી 90 દિવસ માટે છોડી મૂકવામાં આવે. કોર્ટ આદેશ કર્યા કે અત્યંત જરૂરી કેસમાં જ આરોપીની અટકાયત કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટ ગત વર્ષ નિમાયેલી સમિતિને જણાવ્યું છે કે શરતોને આધીન રહીને જેમનો છૂટકારો કરી શકાય એમ હોય એવા નવા કેદીઓની મુક્તિ બાબત પણ વિચાર કરવામાં આવે. જેલોમાં કેદીઓ સંક્રમિત થયા પછી મોતને ભેટવા લાગતા સુપ્રીમ કોર્ટે આપમેળે જ નોંધ લીધી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી રમન્નાએ સુંનાવણી દરમિયાન જણાવ્યું કે અત્યારે સ્થિતિ અત્યંત ભયાનક છે. અગાઉ કરતાં, કોરોનાની આ વખતની (બીજી) લહેર વધુ હેરાન કરનારી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષ પણ કેટલીક ખાસ કેટેગરીના કેદીઓને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.
Related Articles
48માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું પદ સંભાળતા એનવી રમણા
જસ્ટિસ એનવી રમનાએ દેશના 48મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે તેમને શપથ અપાવ્યા હતા. જસ્ટિસ રમનાએ CJI એસએ બોબડેનું સ્થાન લીધું છે. જસ્ટિસ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર્ડ થઈ ગયા છે. બોબડેએ જ જસ્ટિસ રમનાના નામનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો.
મહારાષ્ટ્રમાં ઓક્સિજન ટાંકી લીકેજ થતાં 22 દર્દીના મોત
મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી એક હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે મોટી હોનારત સર્જાતા અહીંના નાસિકની હોસ્પિટલમાં 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ઓક્સિજનના લિકેજને લીધે થોડા સમય માટે સપ્લાય બંધ કરવામાં આવી હતી, જે દરમિયાન દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે અહીં ઝાકિર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકી લિક થઈ ગઈ હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના […]
દેશના 18+ નાગરિકોને ફ્રી વેક્સિન : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદી કોરોનાકાળમાં આજે નવમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. પીએમ મોદીએ જણાવ્યું કે ઘાતકી કોરોનાની બીજી લહેરમાં ભારતવાસીઓની લડાઈ ચાલુ છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પણ મોટી પીડાથી ભીડાઈ રહ્યો છે. આપણામાંથી કેટલાય લોકોએ પોતાના પરિવારજનો પરિચિતોને ગુમાવ્યા છે. આ પરિવારો સાથે મારી પૂરી સંવેદના છે. છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી મહામારી […]