ચીન વૃદ્ધ થતી વસ્તી અને ધીમી ગતિએ વધતી વસ્તીથી ચિંતિત છે. જેના પગલે ચીન સરકારે પરિવાર નિયોજનના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. હવે ચીનમાં કપલ ત્રણ બાળકો પેદા કરી શકશે. અગાઉ ચીનમાં માત્ર બે બાળકો પેદા કરવાની પરવાનગી હતી. હાલમાં જ ચીનની વસ્તીના આંકડા સામે આવ્યા હતા. જેમાં એ વાત સામે આવી હતી કે ચીનમાં વસ્તીઓનો એક મોટો ભાગ ઝડપથી વૃદ્ધ થઇ રહ્યો છે. આવામાં ચિંતિત ચીને આ પગલું ભર્યું છે. ચીની મીડિયા પ્રમાણે, નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઇ છે. એટલે કે દાયકાઓથી ચાલી રહેલી ટૂ-ચાઇલ્ડ પોલિસીને ચીનમાં દૂર કરવામાં આવી છે. તાજેતરમાં જ ચીને વસ્તીના આંકડા જાહેર કર્યા હતા. જે અનુસાર, છેલ્લા દાયકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. આનું મુખ્ય કારણ ચીનની ટૂ-ચાઇલ્ડ પોલિસી ગણાવવામાં આવી હતી. આંકડા અનુસાર, ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ગતિ ૦.૫૩ ટકી હતી, જ્યારે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ દરમિયાન આ ગતિ ૦.૫૭ ટકા હતી. એટલે છેલ્લા બે દાયકામાં ચીનનમાં જનસંખ્યા વધવાની ગતિ ઘટી છે. વર્ષ ૨૦૨૦માં ચીનમાં માત્ર ૧૨ મિલિયન બાળકો પેદા થયા, જ્યારે ૨૦૧૬માં આ આંકડો ૧૮ મિલિયન હતો. એટલે ચીનમાં વર્ષ ૧૯૬૦ બાદ બાળકો પેદા થવાની સંખ્યા પણ સૌથી ઓછી થઇ.
Related Articles
રાહુલ ગાંધી, આનંદ શર્મા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને કોરોના
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેના હળવા લક્ષણો પણ છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે,હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, મને કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જ જે લોકોની સાથે મારા સંપર્ક કરવામાં આવ્યા છે તે બધા, કૃપા કરીને તમામ સુરક્ષા પ્રોટોકોલોનું પાલન કરો અને સુરક્ષિત રહો. […]
70 વર્ષમાં કોંગ્રેસ ઊભી કરેલી મિલકતો વેચવામાં આવી રહી છે : રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહત્વના સેકટરોમાંની મિલકતોને મોનેટાઇઝ કરવાની કેન્દ્રની હિલચાલને આજે વખોડી હતી અને જણાવ્યું હતું કે મોદી પ્રશાસન અગાઉની સરકારે દ્વારા ૭૦ કરતા વધુ વર્ષોમાં પ્રજાના નાણાથી બંધાયેલ દેશના મુગટના રત્નો વેચવાની પ્રક્રિયામાં છે. અહીં એક પત્રકાર પરિષદને દેશના ભૂતપૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની સાથે સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ […]
પરીક્ષાને જીવન બનાવવાની તકના રૂપે જોવી જોઈએ : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ બાળકો સાથે વાતચીત કરી. આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે, આશા છે કે, પરીક્ષાની તૈયારી સારી રીતે ચાલતી હશે. આ પહેલો વર્ચુઅલ પ્રોગ્રામ હતો.મોદીએ કહ્યું કે, વર્તમાન કોરોના મહામારીના કારણે રૂબરૂ મળવું શક્ય ન હોવાથી આ નવા ફોર્મેટમાં આવવું પડ્યું છે. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓએ જીવન […]