આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં કાર્યરત નિરમા યુનિવર્સિટી, ચારૂસેટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, PDPU, CEPT તેમજ DAIICTને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સાત યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો મળવાથી વૈશ્વિક ફલક ઉપર પોતાનું વિશેષ પ્રદાન આપવા એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને તેને વૈશ્વિક ટચ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં હાઇટેક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી ક્લાસરૂમ, શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, લેબોરેટરીઝ, લાયબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે આવે તે હેતુથી ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે જેના ઉપર વધુ ભાર મુકવામાં આવશે.
Related Articles
ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી
ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની […]
કેજરીવાલે ઓક્સિજન માટે કેન્દ્રના હાથ જોડવા પડ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રને દિલ્હીમાં મેડિકલ ઑક્સિજન આપવા માટે ‘હાથ જોડીને’ આગ્રહ કર્યો હતો અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, બુધવારે સવાર સુધીમાં ઑક્સીજનનો જથ્થો નહીં મળે તો શહેરમાં અરાજકતા રહેશે. દિલ્હીની હોસ્પિટલોમાં આઈસીયુ બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં માત્ર 30 જ બેડ ઉપલબ્ધ હતા. […]
રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
રાજયમાં આગામી પાચ દિવસ દરમિયાન વાવાઝોડુ , આંધી તેમજ કમોસમી વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે છે. ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશન હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રહેલું છે. જેના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, […]