ઓડિશા સરકારે કોરોનાના બેકાબૂ કેસોને કાબૂમાં લેવા માટે 5મેથી રાજ્યભરમા 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. રવિવારે એક પરિપત્રમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય સચિવ એસસી મહાપાત્રાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે 5મેથી 19મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલમાં આવશે. લોકડાઉન ઉપરાંત શહેરી વિસ્તારોમાં 15મી મેથી વિકએન્ડ શટડાઉન પણ અમલી થશે તેમ તેમણે જણાવ્યું હતું.કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા લોકો આ પ્રકારના કડક નિયમો ઈચ્છતા ના હોવા છતાં રાજ્ય સરકારે લોકોની સુરક્ષા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે તેમ મહાપાત્રાએ ઉમેર્યું હતું. કોરોનાની બીજી લહેરમાં દેશના અન્ય રાજ્યોની જેમ ઓડિશામાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
