ઉત્તર પ્રદેશના ઇટાવામાં શનિવારે એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં એક આઇસર પટલવાના કારણે 11 લોકોના મોત થયા છે. તો આ દુર્ઘટનામાં 41 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. આગરાના પિનાહટથી મુંડન માટે ઈટાવાથી લખના જઈ રહેલી ટ્રક ખાઈમાં ખાબકી હતી. આ ટ્રકમાં એક જ પરિવારના 60થી વધારે લોકો સવાર હતાં. ઘાયલ તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સાથે જ મૃતકોના પરિવારને 2-2 લખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
Related Articles
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટમાં નવ ચાઇનીઝ એન્જિનિયરના મોત
ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના પર્વતીય ક્ષેત્રમાં બુધવારે બાંધકામ કામદારોને લઈ જતી બસ પર થયેલા હુમલામાં માર્યા ગયેલાં 13 લોકોમાં નવ ચીની એન્જિનિયરો પણ સામેલ હતા. જેના કારણે બેઇજિંગે ઇસ્લામાબાદને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા કરવા જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર કોહિસ્તાન જિલ્લાના દાસુ વિસ્તારમાં બની […]
કોંગ્રેસે રાહુલ ગાંધીના જન્મદિનને સેવા દિન તરીકે ઉજવ્યો
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે 51 વર્ષના થઈ ગયા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધીનો જન્મ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારમાં 19 જૂન, 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. દિલ્હી કૉંગ્રેસે આ દિવસને ‘સેવા દિવસ’ તરીકે […]
મેડિકલ કોલેજો અને નોકરીઓમાંના મરાઠા આરક્ષણ ગેરબંધારણીય
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાંઆવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા આરક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘનકરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક […]