કોરોનાના કપરાંકાળ વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરતા અનેક શખ્સો ઝડપાયાં છે. તો વળી અમદાવાદમાં ઓક્સિજનની કાળાબજારી કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી પોલીસે 39 બાટલાઓનો જપ્ત કર્યા હતાં. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 39 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો જપ્ત કર્યા હતા. આ સિલિન્ડરો અંગે પૂછપરછ કરતા આ ઓક્સિજન સિલિન્ડરો ઊંચા ભાવે ગરજાઉ લોકોને વેચતા હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં પોલીસે આરોપી ઉર્વેશ મેમણ, તોફિક શેખ અને મોહમ્મદ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
રેમડેસીવીર વહેંચવાના મુદ્દે રૂપાણી – પાટીલ આમને સામને
અમદાવાદ – ગાંધીનગર , વડોદરા અને રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ નથી ત્યારે આજે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા એક સામટા 5000 રેમડેસિવિર ઈન્જેકશન સાથે સુરતમાં તેનું એક દર્દી દીઠ એકનું વિતણ શરૂ કરવામાં આવતા આજે ગાંધીનગરમાં રૂપાણી સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. એક તરફ સમસ્ગ્ર રાજયમાં રેમડેસિવિરની અછત […]
રૂપાણીની સફળતાની ઉજવણી સામે કોંગ્રેસનો નિષ્ફળતા ગણાવી વિરોધ
એક તરફ આજથી રૂપાણી સરકારની પાંચ વર્ષની સિદ્ધીઓની ઉજવણી શરૂ કરી દેવાઈ છે , તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વ્રારા રૂપાણી સરકારની નિષ્ફળતાઓની ઉજવણી શરી કરાઈ છે. આજે કોંગીએ ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન કરીને રાજયવ્યાપી આંદોલન કર્યુ હતુ. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા અને રાજકોટમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત રાજયભરમાંથી સીનીયર […]
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં યોજાશે વીવનીટ પ્રદર્શન
અત્યાર સુધી ચેમ્બર દ્વારા યાર્ન, ટેક્સટાઇલ મશીનરી, એસેસરીઝને લગતા પ્રદર્શન(exibation) યોજવામાં આવતા હતા. પરંતુ ચેમ્બર દ્વારા હવે સુરતમાં પ્રથમવાર માત્ર સ્પેશ્યલ ફેબ્રિક્સ માટે પ્રદર્શન યોજવામાં આવશે. તા. ૧૧થી ૧૩ સપ્ટેમ્બર સુધી ચેમ્બર દ્વારા સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે વિવનીટ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ફેબ્રિક્સ માટેનું સમગ્ર ભારતમાં આ એક્ઝિબીશન પ્રથમ વખત યોજાવા જઈ રહ્યું […]