પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. આ તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને એક વખત મમતાના ખાસ રહેલા મુકુલ રોયના ભાગ્યનો નિર્ણય થશે. રોય નાદિયા જિલ્લાની કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર અભિનેતા કૌશાની મુખર્જી અને કોંગ્રેસના સિલ્વી સાહની સામે ચૂંટણી લડી રહ્યા છે.તૃણમૂલના સિનિયર નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્ય અન્ય એક રાજકીય દિગ્ગજ છે, જેમનું ભાવિ પણ આજે EVMમાં કેદ થઈ જશે. તેમનો CPI-Mના તન્મય ભટ્ટાચાર્ય અને ભાજપના અર્ચના મજુમદાર સાથે સામનો થશે. ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજમાં, તૃણમૂલે કોંગ્રેસના ધારાસભ્ય મોહિત સેનગુપ્તાની સામે કનૈયા લાલ અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે.
