વ્યારા નગર ભાજપ સંગઠન દ્વરા ગણેશજીના આગમન તથા વિસર્જન દરમ્યાન ડી.જે. તથા વાજીંદ્રો વગાડવાની પરવાનગી આપવા જિલ્લા અધિક નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યુ હતુ કે આગામી સપ્તાહ દરમ્યાન ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોઈ, સંપુર્ણ તાપી(TAPI) જીલ્લામાં તેમજ વ્યારા શહેરમાં આનંદ અને ઉત્સાહભેર સાથે આ પ્રસંગની ઉજવણી થનાર છે. સમગ્ર ઉત્સવ વ્યારા નગરમાં શાંતિપુર્વક અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવાતો આવ્યો છે. જો પરવાનગી આપવામાં આવે તો બેરોજગારોને આ ધાર્મિક પ્રસંગે રોજગારી પણ મળી રહે તેમ છે. વ્યારા નગરમાં કોવિડ- ૧૯ને લઈને પણ નગરજનો દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વધુમાં ઉમેર્યુ છે કે આ વર્ષે રાજય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ માટે અનેકો છુટછાટ આપી છે. તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી, વ્યારા નગર તેમજ અન્ય આગેવાનોએ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે, ગણેશ ઉત્સવ દરમ્યાન ડી.જે. તેમજ વાંજીદ્રો વગાડવાનુ નિયત કરી ચૌકકસ સમય દરમ્યાન જરૂરી પરવાનગી સાથે છૂટ આપવી જોઈએ.
વધુમાં ઉમેર્યુ છે કે, તાપી જીલ્લામાં તેમજ વ્યારા (VYARA) નગરમાં લાંબા સમયથી ડી.જે. વગાડવાના વ્યવસાય સાથે સંકળાયેલો મોટે વર્ગ છે. મોટી રકમ ખર્ચીને ડી.જે. સેટની ખરીદી કરવામાં આવી છે. લોન લઈને પણ ડી.જે. સેટ વસાવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષ ઉપરાંતથી સમગ્ર લોક ડાઉન હોવાના કારણે તેમની આવક પણ સંપુર્ણ બંધ છે. તેવા સંજોગોમાં ગણેશ ઉત્સવ દરમ્યાન જો ડી.જે. અને વાજીંદ્રો વગાડવાની પરવાનગી આપવામાં આવે તો ખુબજ મોટા દ્રષ્ટિકોણથી અનેક રીતે ધાર્મિક તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ સાથે વૃધ્ધિ થશે તેમજ અનેકો બેરોજગારોને પણ રાહત મળે તેમ છે.