ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા પૈકીના એક અને કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા જીતેન્દ્ર પ્રસાદે કોંગ્રેસ સાથે છેડો ફાટીને ભાજપનો કેસરિયા ધારણ કરી લીધો છે. ભાજપના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને કેસરી કેસ પહેરાવીને ભાજપમાં આવકાર આપ્યો હતો. ભાજપમાં જોડાતા પહેલા તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઇને તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં જોડાયા પછી જીતેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ભાજપ જ માત્ર દેશ માટે કામ કરતી પાર્ટી છે. બીજી તરફ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી હતી કે જવા વાળા જયા કરતાં હોય છે. ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર પ્રસાદ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતાઓ પૈકીના એક છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા જ અટકળો ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરી ખેસ ધારણ કરી શકે છે. તેઓ યુપીની ધોરહાર બેઠક પરથી લોકસભાના સાંસદ રહી ચૂક્યાં છે. તેઓ એચઆરડીના રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રિયંકા ગાંધીને જ્યારથી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારથી તેમને સાઇડટ્રેક કરી નાંખવામાં આવ્યાં હતા. કોંગ્રેસના એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવાની ટ્વિટ થતાંની સાથે યુઝર્સે ટ્વિટર પર મારો ચલાવ્યો હતો અને એક યુઝર્સે ટ્વિટ કરી હતી કે રોબર્ટ વાડ્રા ભાજપમાં જોડાવાના છે કે શું તો અન્ય એક યુજર્શે લખ્યું હતું કે ડો. મનમોહનસિંહને ભાજપમાં લઇ જવાના છો તમે લોકો અમિત શાહ કઇ પણ કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે પછી આવનારી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારથી જ સજ્જ થઇ ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી ભાજપના મોટા ગજાના નેતા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ પણ ઉત્તર પ્રદેશમાં જુદા જુદા નેતાઓને મળી રહ્યાં છે અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે હવે જ્યારે આજે જીતેન્દ્ર પ્રસાદ ભાજપમાં જોડાઇ ગયા છે તેના પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, ભાજપ ઉત્તર પ્રદેશમાં કોઇ કચાસ રાખવા માગતું નથી. આગામી ચૂંટણી માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સજ્જ થઇ ચૂક્યા છે અને તેમના ચહેરા પર જ ભાજપ ચૂંટણી લડે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
Related Articles
ત્રીજા કે ચોથા મોર્ચાની ભાજપ સામે ટક્કર લેવાની તાકાત નથી : પ્રશાંત કિશોર
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર અને ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર વચ્ચે થયેલી બેઠક બાદ અનેક રાજકીય અટકળો શરૂ થઇ ગઇ હતી. આ બંને વચ્ચે 15 દિવસમાં બે બેઠક થતાં અનેક તર્કવિતર્ક વહેતા થઇ ગયા હતા. એવી અટકળો શરૂ થઇ હતી કે, ત્રીજા મોર્ચાની રચનામાં વિપક્ષો પ્રશાંત કિશોરનો ઉપયોગ કરી શકે છે અને તેના માટે […]
દેશમાં કોરોનાના કારણે શુક્રવારે વધ 318નાં મોત
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31382 કેસો સાથે કૂલ કેસોની સંખ્યા વધીને 3,35,94,803 થઈ છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા 188 દિવસોમાં સૌથી ઓછી 3,00,162 થઈ છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સવારના 8ના અપડેટમાં જણાવાયું હતું. વધુ 318નાં મોત સાથે કુલ મોત 4,46,368 થયા છે. ગુરુવારે 15,65,696 ટેસ્ટ્સ કરાયા હતા અને આ સાથે કૂલ ટેસ્ટ્સની સંખ્યા […]
ભારતીય શેર બજારમાં પ્રથમ વખત સેન્સેક્સ 53,000ને પાર
ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહેવા પામી છે. આજે ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 53000 પોઇન્ટને પાર બોલાયો હતો. જે આજે ઇન્ટ્રાડેમાં 53057.11ની નવી ઉંચાઇ હાંસલ કરી હતી. જેમાંરોકાણકારોના રોકાણમાં 2.5 લાખ કરોડનો વધારો થવા પામ્યો છે. જોકે, આજે ઉપલા મથાળેથી ચારેકોરથી નફાવસુલીના પગલે ઐતિહાસિક સપાટીએથી પરત ફર્યો હતો અને નજીવા સુધારા સાથે સપાટ બંધ રહ્યો […]