ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાટા વચ્ચે યોગી-અમિત શાહ વચ્ચે મુલાકાત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે અહીં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમના બે દિવસીય પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતા છે. એમ સૂત્રોએ જણાવ્યું છે. દિલ્હીમાં આદિત્યનાથે ભાજપ પ્રમુખ જે પી નડ્ડા સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરવા આ પ્રવાસ કર્યો હતો. આ મુલાકાતના પગલે રાજ્ય સરકારમાં મંત્રી પદના પરિવર્તનની અટકળોને વેગ મળ્યો હતો. મુખ્યમંત્રીએ હિંદીમાં એક ફોટો સાથે હિન્દીમાં ટ્વિટ કર્યું હતું જેમાં તેઓ અમિત શાહને ‘સ્થળાંતર કટોકટીનો ઉકેલ’ના અહેવાલની કોપી પ્રસ્તુત કરે છે. તેમણે લખ્યું હતું કે, આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આદરણીય ગૃહમંત્રીએ સમય આપ્યો તે બદલ ધન્યવાદ. આ મુલાકાત જિતિન પ્રસાદે કૉંગ્રેસ છોડીને ભાજપ પાર્ટીમાં જોડાયાના એક દિવસ પછી થઈ હતી. મોદીના વિશ્વાસુ ગણાતા પૂર્વ આઈએએસ અધિકારી અને ભાજપ એમએલસી એ કે શર્મા દિલ્હીમાં પાર્ટીના નેતાઓ અને સાથીદારોને પણ મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ થશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ, પ્રસિદ્ધ બ્રાહ્મણ પરિવારમાંથી આવતા પ્રસાદ અને શર્માને સ્થાન મળી શકે છે. ભાજપના મહામંત્રી (સંગઠન) બી એલ સંતોષે આ મહિનાની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી માટેની પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાત લીધી હતી અને મુખ્ય મંત્રીઓ અને સંગઠન નેતાઓ સાથે બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પ્રભારી રહેલા વરિષ્ઠ નેતા રાધા મોહન સિંહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *