કોંગ્રેસના સાંસદ અને પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી (rahul gandhi) સહિત અનેક નેતાઓા એકાઉન્ટ બ્લોક કર્યા પછી હવે ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું છે. ગુરુવારે કોંગ્રેસે જાતે જ આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, તેમની પાર્ટીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું છે. પરંતુ અમે અમારી લડાઇ ચાલુ રાખીશું. કોંગ્રેસે કહ્યું છે કે, અમારા નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા ત્યારે પણ અમે ગભરાયા ન હતાં તો હવે ટ્વિટર(twitter) એકાઉન્ટ બ્લોક કરવાથી અમે શું ડરવાના? અમે કોંગ્રેસ છીએ અને પ્રજાનો સંદેશ છે, અમે લડતાં રહીશું. જો દુષ્કર્મ પીડીતાને ન્યાય અપાવવો એ ગુનો છે તો અમે આવા ગુનાઓ વારંવાર કરરતાં રહીશું. જય હિન્દ સત્યમેવ જયતે. અત્રે નોંધનીય છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક નવ વર્ષની બાળકી સાથે થયેલા કથિત બળાત્કાર(rape) અને હત્યાના મામલામાં પીડીત પરિવાર સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ થોડા સમય પછી રાહુલ ગાંધીએ પીડીત પરિવાર સાથેની તસવીર ટ્વિટર પર જાહેર કરી હતી.
રાહુલ ગાંધીના આ ટ્વિટના વિરોધમાં રાષ્ટ્રીય બાળ આયોગની ફરિયાદ પછી ટ્વિટરે રાહુલ ગાંધીના ટ્વિટર પરથી એ પોસ્ટ હટાવી દીધી હતી એટલું જ નહીં પરંતુ તેમનું ટ્વિટર એકાઉન્ટ પણ હંગામી ધોરણે બ્લોક કરી દીધું હતું. ટ્વિટરના માધ્યમથી રોજે રોજ સરકાર પર હુમલો કરનારા રાહુલ ગાંધી આ પ્રતિબંધના કારણે બે દિવસથી ટ્વિટ કરી શક્યા નથી. રાહુલ ગાંધી ઉપરાંત એઆઇસીસીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અજય માકન, બ્લોકસભામાં પાર્ટીના દંડક મનિકમ ટાગોર, આસામના પ્રભારી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહ અને મહિલા કોંગ્રેસ(congress) અધ્યક્ષા સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના સોશિયલ મીડિયાના હેડ રોહન ગુપ્તાએ કહ્યું છે કે, ટ્વિટરના કહેવા પ્રમાણે નિયમોનું ઉલ્લંઘન કરવા માટે એકાઉન્ટ બ્બ્લોક(block) કરવામાં આવ્યું છે પરંતુ હું સ્પષ્ટપણે જણાવવા માગુ છું કે, ટ્વિટર સરકારના દબાણમાં આવીને કામ કરે છે.
તેણે સમગ્ર ભારતમાં અમારા નેતા અને કાર્યકર્તાઓના 5000 એકાઉન્ટ પહેલાથી જ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તેમણે એ સમજવું જોઇઅએ કે ટ્વિટર કે સરકાર દ્વારા અમારા પણ દબાણ નહીં લાદી શકાય.