સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર ડિમોલિશન થયા બાદ મૌખિક રીતે સત્તાધીશોએ જમીન ફાળવવાની વાત કરી હતી. જો કે, હજી સુધી જગ્યા ન ફાળવતાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાયો છે. વરાછા ઝોન આફિસના પાર્કિંગમાં ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠન દ્વારા મંદિર માટે જગ્યાની માંગણી કરવામાં આવી હતી ત્યારે સત્તાધીશો દ્વારા તેને મૌખિક રીતે સ્વીકારીને જમીન આપવાની વાત કરી હતી. જોકે, ઘણા દિવસો વીતી ગયા બાદ પણ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી આ દિશામાં ન થતાં આખરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દિનેશ અણઘણ દ્વારા વરાછા ઝોન ઓફિસના પાર્કિંગમાં અનશન શરૂ કરાયા હતા. જો કે, પોલીસને જાણ કરાતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Related Articles
ગણેશ વિસર્જનના દિવસે સુરતના આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે
આગામી તારીખ 19 સપ્ટેમ્બર અને રવિવારના રોજ ગણેશોત્સવના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવા શહેરના જુદાજુદા વિસ્તારમાંથી સરઘસ નીકળતા હોય છે. સુરત શહેરના રાજમાર્ગ ઉપરથી કૃત્રિમ ઓવારામાં ગણપતિજીની મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવનાર છે. આ સંજોગોમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય , કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ […]
ગુજરાતના 18 નગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ ઉઠાવી લેવાયો
કોરોના મહામારીના પગલે રાજયમાં કેસોમાં ઘટાડો થતાં આગામી તા.26મી જૂનના રોજ સવારે છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ બાદ સરકારે તેમાં કેટલાંક સુધારાઓ કર્યા છે. રાજયમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરા સહિત ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. આજે […]
રાજ્યના 10 હજાર પોલીસ જવાન બોડીબોર્ન કેમેરાથી સજ્જ થશે
સાબરકાંઠા જિલ્લા રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧૦ હજાર બોડી બોર્ન કેમેરા પોલિસ કર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે. જેથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય. સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે […]