સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાંઆવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા આરક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘનકરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત ન કહી શકાય. સાથે જ મરાઠા આરક્ષણનેલોગુ કરતી વખતે 50 ટકાની લિમિટને તોડવી તે કોઈ બંધારણીય આધાર ન હતો.કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહનીના કેસમાં બીજી વખત વિચાર કરવાની જરૂર નથી.મહારાષ્ટ્રમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ ન હતી કે મરાઠા આરક્ષણ જરૂરી બની જાય. આ સિવાય કોર્ટે નોંધ્યું કે અત્યાર સુધી મરાઠા આરક્ષણથી મળેલી નોકરીઓઅને એડમિશન યથાવત રહેશે, જોકે આગળ આરક્ષણ મળશે નહિ.
Related Articles
કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજન મોડો પહોંચતા 24 દર્દીનાં મોત
કર્ણાટકની ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાં 23 કોરોના સંક્રમિત અને એક અન્ય રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દીઓના મોત ઓક્સિજનના અભાવ અને અન્ય કારણોસર થયા છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રે ઓક્સિજનના અભાવનો ઇનકાર કર્યો છે. કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં […]
મહારાષ્ટ્રના થાણેમાં બિલ્ડિંગનો સ્લેબ પડતાં 7નાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાતે પાંચ માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. એનાથી બિલ્ડિંગમાં રહેતા 7 લોકોનાં મોત થયા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, બાકીના લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને થાણેની જિલ્લા હોસ્પિટલમાં દાખલ […]
ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનના અમલ માટે આર્મી બોલાવવી પડી
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવા માટે લશ્કર ઉતારવામાં આવ્યું છે. કોવિડના રોગચાળામાં લૉકડાઉનનો અમલ કરાવવા માટે લશ્કરની મદદ લેવામાં આવી હોય તેવી વિશ્વમાં આ સંભવત: પ્રથમ ઘટના છે. સિડનીમાં લૉકડાઉનનો અમલ કરાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે ૩૦૦ જેટલા સૈનિકો મોકલ્યા છે. સિડની શહેરના ખાસ કરીને વિદેશથી આવેલા કામદારોની વસ્તીવાળા ગરીબ વિસ્તારોમાં લૉકડાઉનનો અમલ કરવા […]