આરોપી અપહ્રુત સાથે સારૂ વર્તન કરે તો તેને આજીવન કેદ કરી શકાય નહીં

જો અપહ્યુત વ્યક્તિ ઉપર કોઈ હુમલો ન કરવામાં આવે અથવા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી નથી અને તેની સાથે સારું વર્તન કરવામાં આવે છે તો અપહરણકર્તાને ભારતીય દંડ સંહિતાની કલમ 364 એ હેઠળ આજીવન કેદની સજા થઈ શકે નહીં. એમ સુપ્રીમ કૉર્ટે કહ્યું છે. ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડીની બૅન્ચે તેલંગણામાં એક ઓટો ડ્રાઇવરની સજા આ ટિપ્પણી કારી હતી. જેણે સગીરનું અપહરણ કર્યું હતું અને તેના પિતા પાસેથી 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સુપ્રીમ કૉર્ટે કહ્યું હતું કે, કલમ 364 એ (ખંડણી માટે અપહરણ) હેઠળ આરોપીને દોષી ઠેરવવા માટે ત્રણ આવશ્યક ઘટકો છે, જેને સાબિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ત્રણ આવશ્યક ઘટકોમાં અપહરણ કરનાર વ્યક્તિને અટકાયતમાં રાખવો અને આવા વ્યક્તિને મૃત્યુ અથવા ઇજા પહોચાડવાની ધમકી આપવી. તેમજ અપહરણકર્તા દ્વારા સરકારી સંગઠન અથવા કોઈ વ્યક્તિ ખંડણી ચૂકવવા મજબૂર કરવા ભોગ બનનારને મૃત્યુ કે ઇજા પહોચાડી શકે છે તેવું વર્તન કરવું.

કલમ 364 એ હેઠળ દોષિતોને અપાતી આજીવન જેલ કે મૃત્યુદંડની સજાના સંદર્ભમાં સુપ્રીમ કૉર્ટે કહ્યું કે, આ અંગે પ્રથમ શરત ઉપરાંત બીજી અને ત્રીજી શરતને પણ સાબિત કરવી પડશે. જો એમ કરવામાં નિષ્ફળ જતાં કલમ 364 એ હેઠળ અપહરણકર્તાને દોષિત ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કૉર્ટે તેલંગણાના રહેવાસી શેખ અહેમદ દ્વારા હાઈકૉર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે આઈપીસીની કલમ 364 એ હેઠળ દોષિત ઠેરવી અને આજીવન કેદની સજા વિરુદ્ધ તેમની અરજી ફગાવી દીધી હતી.અહેમદ નામના ઑટો ડ્રાઇવરે સેન્ટ મેરી હાઇ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઘરે છોડવાના બહાને તેનું અપહરણ કર્યું હતું. જ્યારે, બાળકના પિતા ખંડણી આપવા ગયા ત્યારે પોલીસ દ્વારા બાળકીને બચાવી લેવામાં આવી હતી. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે, અપીલકર્તાને સાત વર્ષની જેલ અને 5,000 રૂપિયા દંડની સજા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *