રશિયાના કઝાન શહેરની એક શાળામાં આજે સવારે એક બંદુકબાજે હુમલો કર્યો હતો, જે હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેમાં આઠમા ધોરણના સાત વિદ્યાર્થીઓ અને એક શિક્ષક તથા શાળાના એક કર્મચારીનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ૨૧ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રશિયન મીડિયા આઉટલેટ્સ દ્વારા જારી કરવામાં આવેલા ફૂટેજ દર્શાવતા હતા કે કાળા અને સફેદ વસ્ત્રો પહેરેલા વિદ્યાર્થીઓ ઇમારતમાંથી ભાગી રહ્યા હતા. અન્ય એક વીડિયોમાં શાળાની બારીના તૂટેલા કાચ, બહાર નિકળતો ધુમાડો દેખાતો હતો અને ગોળીઓ છૂટવાના અવાજો સંભળાતા હતા. આ હુમલા પછી શાળાના દરવાજા પર એમ્બ્યુલન્સોની લાઇન લાગી ગઇ હતી અને પોલીસે આ શાળાની બિલ્ડિંગને ઘેરી લીધી હતી. જ્યાં આ હુમલો થયો તે શાળા તાતારસ્તાન રિપબ્લિકના પાટનગર કઝાનમાં આવેલી છે. હુમલામાં ચાર છોકરાઓ અને ત્રણ છોકરીઓ માર્યા ગયા છે જેઓ તમામ આઠમા ધોરણમાં ભણતા હતા. એક શિક્ષક તથા શાળાના એક કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૨૧ જણાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં ૧૮ બાળકો છે જેમાંથી છની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. હુમલાખોરને પકડી લેવાયો છે. તાતારસ્તાનના ગવર્નર રૂસ્તમ મિન્નીખાનોવે કહ્યું હતું કે ત્રાસવાદી પકડાયો છે, તે ૧૯ વર્ષનો છે. જો કે રશિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે હુમલાખોર આ જ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તે પોતાની જાતને ભગવાન ગણાવતો હોવાનું કહેવાય છે અને તેણે મેસેજીંગ એપ ટેલિગ્રામ પર તે દિવસે સવારે જ જણાવ્યું હતું કે તે ઘણા બધા લોકોને ઠાર મારશે.
Related Articles
ચીને તાઇવાન તરફ 28 ફાઇટર જેટ ઉડાવ્યા
ચીને સ્વશાસિત ટાપુ તાઇવાન તરફ આજે વિક્રમી ૨૮ ફાઇટર જેટ વિમાનો ઉડાડ્યા હતા એમ આ ટાપુના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે ચીને લગભગ રોજીંદા ધોરણે વિમાનો મોકલવાનું શરૂ કર્યું તેના પછી શક્તિનું આ સૌથી મોટું પ્રદર્શન છે. તાઇવાનના હવાઇ દળે ચીનની આ હિલચાલના જવાબમાં પોતાના કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સીસને તૈનાત કર્યા હતા અને ટાપુના […]
મહેન્દ્રસિંહ ધોનીના ઘરે પણ કોરોનાની એન્ટ્રી, માતા પિતા પોઝિટિવ
જીવલેણ કોરોના વાયરસ મહેન્દ્રસિંહ ધોનીના ઘરે પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનનાં માતા-પિતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમને રાંચીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોકટરોના મતે, હાલ ધોનીના પિતા પાનસિંહ અને માતા દેવિકા દેવીની હાલત બરાબર છે. ઓક્સિજનનું સ્તર પણ સામાન્ય છે. રાહતની વાત છે કે ચેપ ફેફસામાં પહોંચ્યો નથી. સીટી […]
આઇસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર
પ્રથમ તબક્કોતારીખ કોની વચ્ચે સ્થળ17 ઓક્ટોબર ઓમાન v PNG મસ્કત17 ઓક્ટોબર બાંગ્લાદેશ વિ સ્કોટલેન્ડ મસ્કત18 ઓક્ટોબર આયર્લેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ અબુ ધાબી18 ઓક્ટોબર શ્રીલંકા વિ નામીબીયા અબુ ધાબી19 ઓક્ટોબર સ્કોટલેન્ડ વિ પીએનજી મસ્કત19 ઓક્ટોબર ઓમાન વિ બાંગ્લાદેશ મસ્કત20 ઓક્ટોબર નામિબિયા વિરુદ્ધ નેધરલેન્ડ અબુ ધાબી20 ઓક્ટોબર શ્રીલંકા વિ આયર્લેન્ડ અબુ ધાબી21 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ PNG મસ્કત21 ઓક્ટોબર […]