રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જે અનુસાર રિઝર્વ બેન્ક પાસેની 99122 કરોડની સરપ્લસ રકમ કેન્દ્ર સરકારને આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. જેનો અર્થ એ થયો કે, બેન્ક તરફથી સરકારને 99122 કરોડ રુપિયા મળશે. આ રકમ જુલાઈ 2020 થી માર્ચ 2021 વચ્ચેની રિઝર્વ બેન્કની સરપ્લસ એમાઉન્ટ છે. જાણકારોના કહેવા પ્રમાણે રિઝર્વ બેન્કની કમાણીનો મુખ્ય હિસ્સો સરકારી બોન્ડ, ગોલ્ડમાં કરેલુ રોકાણ તથા વિદેશી માર્કેટમાં વિદેશી મુદ્રાના તથા બોન્ડના ટ્રેડિંગમાંથી આવતો હોય છે.રિઝર્વ બેન્ક પાસે આ વખતે રેકોર્ડ સરપ્લસ હતુ. કારણકે રિઝર્વ બેન્ક ગયા વર્ષે ગોલ્ડ અને વિદેશી માર્કેટમાં એક્ટિવ હતી. બેન્કને ડોલરના વેચાણમાંથી ખાસો પ્રોફિટ થયો છે. ઉપરાંત રેકોર્ડ સંખ્યામાં બોન્ડનુ પણ ટ્રેડિંગ કર્યુ હતુ. તેમાંથી બેન્કને ખાસો એવો નફો થયો છે.રિઝર્વ બેન્કે પોતાની આવક પર કોઈ પ્રકારનો ઈનકમ ટેક્સ ચુકવવો પડતો નથી. એટલે પોતાની જરુરિયાતો પૂરી કરવા સિવાય અને જરુરી રોકાણ તેમજ બીજી નાણકીય સગવડ બાદ જે વધારાની રકમ બચે છે તે સરપ્લસ ફંડ તરીકે ઓળખાય છે. આ રકમ તેણે સરકારને આપવાની હોય છે.
ગયા વર્ષે આરબીઆઈના ખર્ચનો મોટો હિસ્સો 14200 કરોડ રુપિયા હતો. જે તેણે કન્ટીજન્સી ફંડમાંથી વાપર્યો હતો. આ રકમ જેટલી વધારે હોય છે તેટલુ જ સરપ્લસ ફંડ ઘટતુ હોય છે. આ વખતે 99122 કરોડ રુપિયાનુ સરપ્લસ ફંડ સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે.આરબીઆઈ વિદેશોમાં ભારત સરકારના બોન્ડ અને ગોલ્ડમાં રોકાણ કરે છે. આંકડા પ્રમાણે આરબીઆઈ પાસે હાલમાં 600 ટન ગોલ્ડ રિઝર્વમાં છે.