છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5જી) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવનાર છે. જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરિયાત છે. સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે. ડૉ. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 22 લાખથી વધુની ગ્રાન્ટ આપવામાં આવી છે. ડૉ. મકવાણાના જણાવ્યા અનુસાર, જીટીયુ ખાતે સુપર કમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5જી એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1 થી 10 ગીગા બીટની સ્પિડથી 500 થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે. આઈઓટી આધારીત ડિવાઈસને 5જીથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે એટલે કે 5થી 10 મીલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. 4જીમાં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 5જી એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબીટ ડેટા ટ્રાન્સફર સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. એટલે કે, 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના દ્વારા વિકસાવામાં આવતાં 5જી એન્ટેનામાં 5જી સહિત 3જી, 4જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6જીનો પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ. મકવાણા દ્વારા વિકસાવવામાં આવતાં 5જી એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી – જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.
Related Articles
વડોદરામાં હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો આરંભ કરાવતાં મુખ્યમંત્રી
ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ – લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટી બની છે.પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે તેમ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું . તેમણે […]
હવે ઉત્તર ગુજરાતમાં 1000 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાનો દાવો
સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન દરમિયાન આજે 1000 લોકો જોડાઈ જતાં ભાજપ સહિત રાજકીય પક્ષોને ઝટકો લાગ્યો છે. આપમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાઓ લોકગીતોના સ્વરૂપમાં આપના વખાણ કરતાં ગીતો ગાયા હતા. જેના પગલે લોકો માહિત થઈ ગયા હતા. બનાસકાંઠાના જગાણા ગામે આપ પાર્ટીનું સદસ્યતા અભિયાન સંમેલન યોજાયું […]
વડોદરા પ્રગતિ મંડળના રાજસ્તંભના વિઘ્નહર્તા
વડોદરાના નવાપુરા સ્થિત પોલો ગ્રાઉન્ડની સામેની રાજસ્તંભ સોસાયટીના પ્રગતિ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. (free entry)(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી છે.