વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ડિજિટલ માધ્યમથી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા)ના પાંચ દેશોના ગ્રુપની વાર્ષિક સમિટની અધ્યક્ષતા કરશે. એમ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) દ્વારા એક નિવેદનમાં માહિતી આપવામાં આવી છે.આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા થવાની અપેક્ષા છે.પીએમઓના જણાવ્યાં અનુસાર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ન્યુ ડેવલપમેન્ટ બેન્કના પ્રમુખ માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના કામચલાઉ ચેરમેન ઓંકાર કંવર અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સના કામચલાઉ અધ્યક્ષ ડો.સંગીતા રેડ્ડી આ શિખર સંમેલનમાં ઉપસ્થિત લોકોને વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામોની વિગતો રજૂ કરશે.આ વખતે સમિટની થીમ ‘બ્રિક્સ -15: આંતર-બ્રિક્સ સ્થિરતા, એકતા અને સર્વસંમતિ માટે સહકાર છે.પીએમઓએ કહ્યું કે, તેમની અધ્યક્ષતામાં ભારતે ચાર પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.

આ ચાર ક્ષેત્રોમાં બહુસ્તરીય પ્રણાલીઓ, આતંકવાદ વિરોધી, ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ડિજિટલ અને ટેકનોલોજીકલ પગલાં અપનાવવા અને લોકોથી લોકોનો સંપર્ક વધારવાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, કોરોના મહામારીની ખરાબ અસરો અને વર્તમાન વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ પોતાના વિચારો રજૂ કરશે.વડાપ્રધાન મોદી બીજી વખત બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. આ અગાઉ તેમણે વર્ષ 2016માં તેમણે ગોવા સમિટની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા એવા સમયે કરી રહ્યું છે જ્યારે બ્રિક્સનું 15મું સ્થાપના વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *