ભારતના દિવ્યાંગ ખેલાડીઓએ વગાડ્યો પેરાલ્મિપિકમાં ડંકો

અવની લેખાએ મહિલાઓની 50 મીટર રાયફલની સ્પર્ધામાં કાસ્યપદક જીતીને ઇતિહાસ રચી નાંખ્યો છે. તેમણે ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને કાસ્ય પદક મેળવી લીધો છે. તે દરમિયાન તેમણે 445.9નો સ્કોર કર્યો હતો અને મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. ટોકિયો પેરાલ્મિકમાં આ અવનીનો બીજો મેટલ છે. આ પહેલાં તેઓ ગોલ્ડ જીતી ચૂક્યાં છે. આ ઉપરાંત નોઇડાના જિલ્લાધિકારી સુહાસ યતિરાજે બેડમિન્ટનની પુરૂષ સિંગલ્સમાં જોરદાર વિજય મેળવ્યો છે. તેમણે મેચમાં ફ્રાન્સના ખેલાડી લુકાસ માજરૂને હાર આપી છે. આ ઉપરાંત ઊંચી કૂદમાં ભારતના એથ્લેટ પ્રવીણ કુમારે પણ સિલ્વર મેડલ મેળવ્યો છે. તેવી જ રીતે મનોજ સરકાર બેડમિન્ટનની સેમી ફાયનલમાં પહોંચી ગયા છે. તેમણે યુક્રેઇનના એકેલઝાન્ડર ચિરકોવને હાર આપી છે. પ્રાચી યાદવ મહિલાઓની કેનો સ્પ્રિન્ટ સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગઇ છે. તે 200 મીટરમાં આઠમાં નંબર પર રહી છે. તીરંદાજ-ીમાં પણ પુરૂષ સ્પર્ધામાં હરવિંદનરસિંહ અંતિમ આઠમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત તરૂણ ઢિલ્લોન પણ બેડમિન્ટનની મેચ જીતવામાં સફળ રહ્યાં છે.

જ્યારે બેડમિન્ટન મહિલા ડબલ્સમાં ભારતની પારૂલ પરમાર અને પલક કોહલીની જોડીએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને ફ્રાંન્સના ફોસ્ટિન નોએલ અને લેનિગ મોરિને હાર આપી છે. ટોકિયા પેરા ઓલિમ્પિકનો આજે 10મો દિવસ છે. આ દિવસ ભારત માટે ખૂબ જ મહત્વ પૂર્ણ સાબિત થાય તેમ છે કારણ કે, ભારતના અનેક એથ્લેટ બેડમિન્ટન, નિશાનેબાજી, સ્વિમિંગ, કૈનો, તિરંદાજીની જુદી જુદી સ્પર્ધામાં મેડલની આશાથી ઉતરશે. આ તમામ પાસે ભારત સારા પ્રદર્શન ઉપરાંત મેડલની આશા રાખી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકમાં પણ ભારતે વિતેલી તમામ ઓલિમ્પિક સ્પર્ધા કરતાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતના ખેલાડીઓની ખાસ વાત એ છે કે, વિદેશના ખેલાડીઓને જે રીતે સાધનો અને સગવડો મળે છે તેના કરતાં ખૂબ જ ઓછી સગવડ અને ટાંચા સાધનોથી કરેલી તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતરે છે અને મેડલ પણ મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *