મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે હાઇકોર્ટમાં એક રિટ પિટીશન દાખલ કરી મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમની વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી અટકાવવાની માગ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી તેમના ઉપર કાર્યવાહી કરતી અટકાવવા માટે કોર્ટ ઉદ્ધવ ઠાકરેને આદેશ આપે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 4 મેના રોજ રાખી છે. આ ઉપરાંત તેમણે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સીબીઆઇ ગુનાહિત કાવતરાની તપાસ પણ કરે તેવી પણ માંગ કરી છે.
Related Articles
મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના સાત ચહેરા
ગાંધીનગર : કેન્દ્રની મોદી સરકારમાંથી 14 જેટલા મંત્રીઓએ રાજીનમાં આપી દીધા છે ત્યારે કેબિનેટના આજે સાંજે કરાયેલા વિસ્તરણ દરમ્યાન નવા 43 મંત્રીઓને સમાવેશ કરાયો છે. આગામી વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે જ્ઞાતિના સમીકરણોને પણ ધ્યાને રાખીને બે રાજયકક્ષાના મંત્રીઓને બઢતી આપીને તેઓને કેબિનેટ મંત્રી બનાવાયા છે. જયારે સુરતના સાંસદ દર્શના જરદોશને પણ સ્થાન મળ્યુ […]
દેશના 18+ નાગરિકોને ફ્રી વેક્સિન : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદી કોરોનાકાળમાં આજે નવમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. પીએમ મોદીએ જણાવ્યું કે ઘાતકી કોરોનાની બીજી લહેરમાં ભારતવાસીઓની લડાઈ ચાલુ છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પણ મોટી પીડાથી ભીડાઈ રહ્યો છે. આપણામાંથી કેટલાય લોકોએ પોતાના પરિવારજનો પરિચિતોને ગુમાવ્યા છે. આ પરિવારો સાથે મારી પૂરી સંવેદના છે. છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી મહામારી […]
યુએસમાં 12થી વધુ વયના બાળકો માટે ફાઇઝરની રસીને મંજૂરી
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી છે. જેના કારણે દેશના બાળકોને શાળાએ જવા પહેલા સામાન્ય જીવનનો માર્ગ મોકલો બનશે. ફેડરલ રસી સલાહકાર સમિતિ દ્વારા 12થી 15 વર્ષના બાળકોમાં રસીના બે ડોઝનો ઉપયોગ કરવાની ભલામણ બહાર પાડવામાં આવ્યા બાદ ગુરુવારથી રસીકરણ શરૂ થઈ શકે છે. આ […]